English  |

                   સાથે મળી સહયોગ સાધીએ
                                
સાથે મળી કામ કરીએ

 
 
 
હોમ
વાસ્મો વિશે
 

ગુજરાત સરકારે રચેલી અને પાણી અને સ્વચ્છતાના ક્ષેત્રે લોકો સાથે કામ કરતી સંસ્થા વાસ્મોની સાવ ટૂંકી ઓળખ આ રીતે આપી શકાય - વિશેષ તો લોકોની શક્તિમાં વિશ્વાસ મૂકતી અને લોકોને તેમની પોતાની શક્તિઓમાં વિશ્વાસ બેસે એવી સ્થિતિ સર્જવા કાર્યરત સંસ્થા એટલે વાસ્મો.

વાસ્મો માટે પાણી અને સ્વચ્છતાનું ક્ષેત્ર એ તો એક માધ્યમ છે. ખરેખર તો લોકો તેમની આવડત, અને ક્ષમતા ઓળખે તથા આપબળે પોતાનો વર્તમાન અને ભાવિ ઉજ્જ્વળ બનાવતા થાય એ વાસ્મોનું ધ્યેય છે. લોકશાહીના પાયાની સ્થાનિક સ્વરાજ સંસ્થા - ગ્રામ પંચાયત - પોતાની રીતે ગામમાં સુવિધાઓ તૈયાર કરીને વિકાસનાં સોપાન સાધી શકે તેવા વિશ્વાસથી વાસ્મો કામ કરે છે. આ માટે, વાસ્મો ગ્રામ પંચાયતમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખે છે.