|
દેશનાં જુદાં જુદાં રાજ્યોના ગ્રામવિસ્તારોમાં પીવાના પાણી
અને સ્વચ્છતાની સુવિધાઓના વિકાસમાં લોકો કેન્દ્રીય ભૂમિકા ભજવે તેવા ઉદ્દેશથી ભારત
સરકાર દ્વારા ક્ષેત્ર સુધારાના ભાગરૂપે સ્વજલધારા નામે એક બહુલક્ષી કાર્યક્રમ શરૂ
કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં લોકોને સત્તા આપવાનો તથા પોતાની જવાબદારીઓ
સંભાળવા માટે તેમને સક્ષમ બનાવવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો લાભ
લઈને દેશભરનાં ગામડાંના લોકો પેયજળની બાબતે પગભર થઈ શકે તથા ગામલોકો જાતે પગલાં
લઈને ગામમાં પેયજળ અને સ્વચ્છતાની સુવિધાઓનું આયોજન, અમલ તથા વ્યવસ્થાપન કરે એ રીતે
સમગ્ર કાર્યક્રમનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સ્વજલધારા
કાર્યક્રમના સંચાલન અને દેખરેખની કામગીરી સ્ટેટ વૉટર ઍન્ડ સૅનિટેશન મિશન તરીકે
વાસ્મોને સોંપવામાં આવેલ છે. હાલમાં, રાજ્યના કુલ 13 જિલ્લાઓમાં સ્વજલધારા
કાર્યક્રમનું અમલીકરણ શરૂ થઈ ગયું છે.
સ્વજલધારા
કાર્યક્રમની ભૌતિક પ્રગતિ
સેક્ટર રિફોર્મ
પ્રોગ્રામ (સ્ટેટ)
1999-2000માં રાજીવ ગાંધી નેશનલ ડ્રિંકિંગ વોટર મિશને સેક્ટર
રિફોર્મ પાઈલટ પ્રોજેક્ટ્સની શરૂઆત કરી હતી, જેમાં દેશના 67 જિલ્લાઓને આવરી લેવામાં
આવ્યા. આ કાર્યક્રમનો હેતુ પીવાના પાણીના ક્ષેત્રે માગ આધારિત અભિગમને તપાસવાનો અને
લોકોની ભાગીદારીને ચોક્કસ સંસ્થાગત સ્વરૂપ આપવાનો હતો, જેથી ગ્રામ વિસ્તારોમાંની
પાણી યોજનાઓનો લાંબા ગાળા સુધી લાભ મળી શકે.
ગુજરાતમાં સુરત, રાજકોટ અને મહેસાણામાં જિલ્લામાં આ
પ્રાયોગિક કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો. દરેક જિલ્લા માટે રૂ. 40 કરોડનું ભંડોળ
ફાળવવામાં આવ્યું. ગાંધીનગર ખાતેની રાષ્ટ્રીય કક્ષાની તાલીમ સંસ્થા, ગુજરાત જલસેવા
ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટે આ કાર્યક્રમનું કો-ઓર્ડિનેશન સંભાળ્યું.
આ પ્રાયોગિક કાર્યક્રમનાં સફળ પરિણામો મળતાં, ભારત સરકારે
ડિસેમ્બર 2002માં સ્વજલધારા નામ હેઠળ આ કાર્યક્રમને વધુ વ્યાપક બનાવવાનો નિર્ણય
લીધો. સ્વજલધારાની જોગવાઈઓ મુજબ, ગુજરાતમાં વાસ્મોને સ્ટેટ વોટર એન્ડ સેનિટેશન
મિશનનો દરજ્જો આપવામાં આવ્યો અને રાજ્યમાં આ કાર્યક્રમનો અમલ શરૂ કરવામાં આવ્યો.
ભારત સરકાર દ્વારા સહાયિત સ્વજલધારા કાર્યક્રમ ગુજરાતના 13 જિલ્લાઓમાં અમલમાં છે.
ગુજરાતમાં ભારત સરકાર સહાયિત સેક્ટર રિફોર્મ પ્રોગ્રામ અને
સ્વજલધારા કાર્યક્રમને મળેલી સફળતા જોઈને, સમગ્ર રાજ્યમાં આ અભિગમ અમલમાં મૂકવા
માટે રાજ્ય સરકારે રાજ્યના ભંડોળમાંથી સેક્ટર રિફોર્મ પ્રોગ્રામ (સ્ટેટ) શરૂ કરેલ
છે. તેમાં બાકીના 11 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે. આ કાર્યક્રમનું સંકલન, આયોજન
અને નિરીક્ષણ રાજ્ય જળ અને સ્વચ્છતા મંડળ તરીકે વાસ્મો કરે છે.
આમ હવે રાજ્યના બધા જ જિલ્લાઓમાં, કોઈ પણ ગામની ગ્રામ
પંચાયત પોતાના ગામમાં લોકવ્યવસ્થાપિત પેયજળ અને સ્વચ્છતા કાર્યક્રમનો લાભ લેવા
ઈચ્છે તો તેને સરકાર તરફતી ખૂટતી નાણાકીય સહાય અને જરૂરી ઈજનેરી માર્ગદર્શન મળી રહે
છે.
સેક્ટર રિફોર્મ પ્રોગ્રામ (સ્ટેટ)ની ભૌતિક પ્રગતિ
વાસ્મો વિદ્યાર્થી
તાલીમ કાર્યક્રમ
વિવિધ ક્ષેત્રોના
તેજસ્વી વિદ્યાર્થીઓમાં પાણી અને
સ્વચ્છતા ક્ષેત્રની ઊંડી સમજ કેળવાય
અને આ ક્ષેત્રના ભાવિ વ્યવસ્થાપકો અને
આગેવાનો તૈયાર
થાય એ હેતુથી આ કાર્યક્રમ શરૂ
કરવામાં આવ્યો છે. અનુસ્નાતક કક્ષાના
વિદ્યાર્થીઓ વાસ્મોમાં બે મહિનાથી છ
મહિના સુધીની ઇન્ટર્નશિપ કરી શકે છે.
વૉટર મૅનેજમેન્ટ, વૉટર એન્જિનિયરિંગ,
એન્વાયર્નમેન્ટ સાયન્સ, ઇન્ફર્મેશન ટેક્નોલોજી,
સોશિયલ સાયન્સ, વૉટર રિસોર્સ
મૅનેજમેન્ટ, કૉમ્યુનિકેશન, સોશિયલ
વર્ક વગેરે વિદ્યાશાખાઓના વિદ્યાર્થી
આ કાર્યક્રમમાં સંકળાઈ શકે છે.
આ વિશે અંગ્રેજીમાં
વધુ માહિતી મેળવવા અહીં ક્લિક કરોઃ
WASMO Internship Programme
વાસ્મો
સ્વયંસેવા કાર્યક્રમ
વાસ્મો એક નવા
અભિગમથી કાર્ય કરતી સંસ્થા છે. આ
સંસ્થામાં લોકભાગીદારીને અત્યંત
મહત્ત્વ આપવામાં આવે છે. તેથી વધુ ને
વધુ લોકોને પેયજળ અને સ્વચ્છતા
ક્ષેત્રે સક્રિય બનાવવા માટે વાસ્મો
સ્વયંસેવા પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો
છે. આ કાર્યક્રમ અંતર્ગત
શિક્ષિતો-અર્ધશિક્ષિતો, નિવૃત્ત લોકો
અને ગૃહિણીઓ સહિત કોઈ પણ વ્યક્તિ
પોતાની સેવાઓ વાસ્મોને આપી શકે છે.
આપ ભલે ગુજરાતના
કોઈ પણ ખૂણે વસતા હો, આપ નિવૃત્ત હો
કે કોઈ પણ વ્યવસાયમાં પ્રવૃત્ત હો,
ગૃહિણી હો કે કાર્યરત મહિલા, આપ આપની
આવડત અને અનુભવ થકી ગુજરાતનું પાણી
જાગૃત કરવાના ઉમદા પ્રયાસોને વેગવંતા
બનાવશો એવી વાસ્મોની અપેક્ષા છે.
વાસ્મો સહર્ષ આવકારે છે આપની માનદ સેવા.
આપના યોગદાન બદલ માનાર્થ વેતનની
જોગવાઈ છે.
વાસ્મોની કોઈ પણ
કચેરીનો સંપર્ક સાધી, આપ આ કાર્યક્રમમાં
સંકળાઈ શકો છોઃ
વાસ્મોની વિવિધ
કચેરીનાં સરનામાં
|