English  |

                   સાથે મળી સહયોગ સાધીએ
                                
સાથે મળી કામ કરીએ

 

 
 
 
હોમ | વાસ્મો વિશે | મુખ્ય કાર્યક્રમો
લોકવ્યવસ્થાપન દ્વારા ભૂકંપગ્રસ્ત ગામોમાં પેયજળ અને સ્વચ્છતા કાર્યક્રમ
(ઈઆરઆર કાર્યક્રમ)

26મી જાન્યુઆરી, 2001ના રોજ આવેલા વિનાશક ભૂકંપે વિવિધ પાણી વિતરણની વ્યવસ્થા જેવી કે પાઇપલાઇન, સંગ્રહ ટાંકીઓ અને પાણીનાં સ્થાનિક સ્રોતોને ગંભીર નુકસાન પહોંચાડ્યું હતું. પાણી વિતરણની સુવિધાઓ ફરીથી ઊભી કરવી અત્યંત આવશ્યક હતી. આ કાર્યક્રમ અંતર્ગત નેધરલેન્ડ સરકારે રાજ્યનાં ભૂકંપગ્રસ્ત 1260 ગામોમાં ગામની અંદરની પાણી વિતરણની વ્યવસ્થાઓ ફરીથી ઊભી કરવા માટે નાણાકીય અને વિષય અનુરૂપ સહાય પૂરી પાડી. 1 એપ્રિલ, 2004થી ભારત સરકારે આ કાર્યક્રમની નાણાકીય જવાબદારી સંભાળી છે. આ કાર્યક્રમનો સમયગાળો પાંચ વર્ષનો છે, જેની શરૂઆત 2002માં થઈ હતી અને સપ્ટેમ્બર 21, 2007ના રોજ આ કાર્યક્રમ પૂરો થશે.

આ કાર્યક્રમ હેઠળ કચ્છ જિલ્લાનાં 875 ગામો, જામનગર જિલ્લાનાં 146 ગામો, પાટણ જિલ્લાનાં 103 ગામો અને સુરેન્દ્રનગર જિલ્લાનાં 136 ગામો આવરી લેવાયાં છે અને તબક્કાવાર આ કાર્યક્રમનું અમલીકરણ થઈ રહ્યું છે. આ કાર્યક્રમને લોકોનો સંપૂર્ણ સહકાર સાંપડતાં, આયોજન મુજબ તમામ 1260 ગામોમાં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ભૂજ, જામગનર અને સુરેન્દ્રનગરમાં કોઓર્ડિનેશન અને મોનિટરિંગ સપોર્ટ યુનિટ (સીએમએસયુ)ની રચના કરવામાં આવી છે અને ગ્રામ પંચાયતો/ પાણી સમિતિઓને બાંધકામ સંબંધિત સહયોગ અને ઈજનેરી માર્ગદર્શન આપવા માટે કાર્યક્રમમાં આવરી લેવાયેલા જિલ્લાઓમાં 8 એન્જિનિયરિંગ સપોર્ટ સેલ (ઈએસસી)ની રચના કરવામાં આવી છે. કાર્યક્રમના વિસ્તારોમાં સક્રિય 31 સ્વૈચ્છિક સંસ્થાઓ વાસ્મોને અમલીકરણ સહાયક સંસ્થા તરીકે સહયોગ આપી રહી છે. આ ઉપરાંત, લોકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવા માટે આયોજનબદ્ધ રીતે માહિતી અને અનુભવોની આપલે કરવામાં આવી રહી છે. આ તમામ પગલાંનાં સ્પષ્ટ પરિણામો ગામસ્તરે જોવા મળી રહ્યાં છે. આ કાર્યક્રમ હેઠળ સામેલ, એક હજારથી વધુ ગામોમાં પાણી સમિતિ રચાઈ ગઈ છે અને 75 ટકા જેટલાં ગામોમાં લોકોએ તેમનો વિલેજ એક્શન પ્લાન પણ તૈયાર કરી લીધો છે. તેમ જ, 400 જેટલાં ગામોમાં લોકોએ કરેલા આયોજન મુજબનું લગભગ બધું જ કામ પૂરું થઈ ગયું છે અને લોકો તેનો લાભ મેળવી રહ્યા છે.

ઈઆરઆર કાર્યક્રમની નોંધપાત્ર કામગીરી

ઈઆરઆર કાર્યક્રમની ભૌતિક પ્રગતિ

ઈઆરઆર કાર્યક્રમમાં  અમલીકરણ સહાયક સંસ્થાઓ અને ગામો

ઊંચી ટાંકી બાંધવાની ડિઝાઈન