|
વાસ્મોના કાર્યક્રમોમાં
લોકભાગીદારી અને લોકશક્તિ પર સૌથી વધુ ભાર
મૂકવામાં આવે છે. ગુજરાતનાં વિવિધ ગામોમાં લોકો
સાથેની કામગીરી દરમિયાન અનુભવે સ્પષ્ટ થયું છે કે
લોકસહકાર અને લોકભાગીદારીની ભાવના કેળવવા માટે
લોકપ્રયાસ દ્વારા થયેલાં કામનાં પ્રેરણાત્મક
દૃષ્ટાંત પૂરાં પાડવાં જરૂરી છે. આ હેતુથી,
રાજ્યના વિવિધ જિલ્લાનાં ગામોની પાણી સમિતિઓના
સભ્યોના અન્ય જિલ્લાના પ્રવાસ યોજવામાં આવે છે.
આવા પ્રવાસો દરમિયાન આપણે અન્ય ગામના લોકોએ કરેલાં
કામ અને તેમના અનુભવો જાણીને તેમાંથી ઘણા બોધપાઠ
મેળવી શકીએ છીએ.
સ્વજલધારા કાર્યક્રમ અંતર્ગત,
અમદાવાદ જિલ્લાની પાણી સમિતિના સભ્યો માટે એપ્રિલ
મહિનામાં કચ્છ જિલ્લાના ગામોમાં થયેલ લોકભાગીદારી
આધારિત પેયજળ અને સ્વચ્છતાની સુવિધાઓનાં કામ જોવા
અને અનુભવવા માટે પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં
આવ્યું હતું. અહીં તેની વિગતવાર માહિતી આપવામાં
આવી છે, જેથી અન્ય જિલ્લાના લોકો પણ પોતાની રીતે
આવા પ્રેરણા પ્રવાસનું આયોજન કરી શકે.
અમદાવાદના
લોકોનો કચ્છનો પ્રેરણા પ્રવાસ
પ્રેરણા પ્રવાસ નામ ઉપરથી
ખ્યાલ આવે કે એવા સ્થળ, વ્યકિત કે કાર્યનો પ્રવાસ
જેના ઉપરથી પ્રવાસીઓને શીખ મળી રહે, જેનાથી તેઓ
પોતાની કાર્યશૈલી અને સંસ્થાની કાર્યપ્રણાલીમાં
ફેરફાર લાવી શકે. આવા જ હેતુસર, અમદાવાદ જિલ્લામાં
સ્વજલધારા કાર્યક્રમ અંતર્ગત હાલમાં જ મંજૂર
થયેલાં અને નવાં મંજૂર થયેલાં ગામની પાણીસમિતિના
સભ્યોને પ્રેરણા પ્રવાસે લઈ જવાનું નક્કી થયું.
નવાં મંજૂર થયેલાં ગામોની પાણીની મિટિંગમાંથી જ આ
વિચાર સ્ફૂર્યો. જેમાં પ્રેરણા પ્રવાસના સ્થળ
તરીકે કચ્છ-ભૂજના ગામો ઉપર પાણી સમિતિના સભ્યોએ
પસંદગી ઉતારી, તેમ જ સમય તથા દિવસની પસંદગી પણ
સભ્યોની અનુકૂળતાએ જ રાખવામાં આવી.
પ્રેરણા પ્રવાસનો
હેતુ
-
અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય જળ અને સ્વચ્છતા
સમિતિ (પાણી સમિતિ)ના સભ્યો તથા સહાયક સભ્યોને
કચ્છ જિલ્લાનાં ગામોમાં થયેલ
ઇ.આર.આરં(ભૂંકપગ્રસ્ત ગામોમાં લોકવ્યવસ્થાપિત
પેયજળ અને સ્વચ્છતા કાર્યક્રમ) યોજનાના
અમલીકરણની જાણકારી મળી રહે.
-
આ
ગામોમાં પાણી સમિતિના સક્રિય રસ દ્વારા
નિર્માણ પામેલ પેયજળ અને પર્યાવરણીય સ્વચ્છતા
સુવિધાઓ જોઇ અને જાણી તેમાંથી પ્રોત્સાહન અને
માર્ગદર્શન મેળવી શકે. તેમ જ અહીંની ખાસ
પધ્ધતિઓ અને નિયમોને પ્રવાસીઓ સ્થાનિક સ્તરે
અમલી કરી શકે.
-
પાણી
સમિતિનાં આ ગામોમાં મજબૂત આયોજન, અમલીકરણ,
વ્યવસ્થાપન અને જાળવણીની માહિતી જાણી
પ્રવાસીઓમાં સક્રિયતાથી કામ કરવાની ભાવના જાગે
અને તેમનું ક્ષમતાવર્ધન થાય.
-
પાણીના વ્યવસ્થાપનની સાથે- સાથે પર્યાવરણીય
સ્વચ્છતા, હરીયાળી અને સ્વચ્છતા, આરોગ્ય,
શુદ્ધ-સલામત પાણી, ગંદા પાણીનો નિકાલ,
શૌચાલય-શોષખાડા જેવા ગ્રામ વિકાસના મુદ્દાઓથી
માહિતગાર અને જાગૃત બની શકે.
[
Top ]
સ્થળ
પસંદગી
પાણી સમિતિના સભ્યોની પસંદગી
અનુસાર કચ્છ જિલ્લાનાં ગામો પંસદ કરવામાં આવ્યાં.
જે અંતર્ગત વાસ્મો સી.એમ.એસ.યુ.ના સભ્યોની સલાહ
અનુસાર ગાંધીધામ તાલુકાનું ગળપાદર, અંજાર
તાલુકાનું પાંતીયા, ભૂજ તાલુકાનું પુરાસર અને
પૂરાસર વાંઢ તથા ભચાઉ તાલુકાના અજરખપૂર ગામને
પ્રેરણા પ્રવાસનાં સ્થળ તરીકે પસંદ કરવામાં
આવ્યાં. આ ગામોમાં ભૂકંપ બાદ ઇ.આર.આર.
કાર્યક્રમનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. પાણી
સમિતિના પ્રયત્નોએ આ ગામની સિકલ બદલી નાખી છે.
માત્ર પાણી અને સ્વચ્છતાના ક્ષેત્રમાં જ નહીં પણ
ગ્રામવિકાસની દિશામાં આ ગામો આજે પગભર બની શક્યાં
છે. પ્રેરણા પ્રવાસીઓ આ ગામો થકી માહિતગાર અને
જાગૃત બને તે જ આશયથી આ ગામોની પસંદગી કરવામાં
આવેલ.
[ Top
]
પ્રવાસીઓની પસંદગી અને દિવસો
સ્વજલધારા અંતર્ગત અમદાવાદ
જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા સમિતિ દ્વારા હાલમાં
નવા મંજૂર થયેલા અને સહાયક સંસ્થા એર્નાડે
હસ્તકનાં ગામોની પાણી સમિતિના આગેવાન અને સક્રિય
સભ્યોની પ્રવાસ માટે પસંદગી કરવામાં આવી. જે
અંતર્ગત ગામના તલાટી, સંરપચ અને પાણી સમિતિનાં
મહિલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો. કુલ ૪૦
સભ્યમાંથી ૯ સ્ત્રી સભ્ય અને ૩૧ પૂરૂષ સભ્ય હતાં.
પ્રવાસ માટે, સૌ પ્રવાસીઓને અનુકૂળ એવી ૨૦ અને ૨૧
એપ્રિલ, ૨૦૦૬ની તારીખ નક્કી કરવામાં આવી.
પ્રવાસ
દરમિયાન...
દિવસ-૧
૨૦ એપ્રિલ, ૨૦૦૬
સ્થળ:
ગળપાદર ગામ, ગાંધીધામ તાલુકો
સમય: ૪.૦૦
વાગ્યે
પ્રેરણા પ્રવાસ દરમિયાન
મુલાકાત માટેનું પ્રથમ સ્થળ એટલે ગાંધીધામ હાઇવેથી
૧૦ થી ૧૨ કિ.મી. જેટલા અંતરે વસેલું ગાંધીધામ
તાલુકાનું ગળપાદર ગામ. ગામમાં પહોચતાં જ
પ્રવાસીઓને સી.એમ.એસ.યુ.-ભૂજનાં કાર્યકર
શર્મિષ્ઠાબહેન મળ્યાં.
તેમણે ગામનો પરિચય આપતાં
કહ્યું કે ગામમાં દરબાર અને આહીરની મળીને કુલ ૧૫૦૦
જેટલી વસતી છે. ભૂકંપ બાદ પાણીની પરીસ્થિતિ વકરતાં
ગામલોકોએ વાસ્મોના કાર્યક્રમમાં જોડાવાનું નક્કી
કર્યું. જે અંતગર્ત ગામમાં ઊંચી ટાંકી, સમ્પ, નવ
કી.મી. પાઇપલાઇન, હવાડો અને બે સ્ટેન્ડ પોસ્ટનું
કાર્ય પાણી સમિતિ દ્વારા કરવામાં આવ્યું. જે માટે
ઘરદીઠ ૫૦૦ રૂપિયાનો લોકફાળો એકત્રિત કરવામાં
આવ્યો. જેના પરીણામે ગામની પાણીની સમસ્યા નહીંવત
બની. હાલમાં ગામના ૮૦૦ જેટલાં ઘરોમાં નળ કનેકશન
આપવામાં આવ્યાં છે.
ગામની મુલાકાત દરમિયાન પાણી
સમિતિના સભ્યો, બોર ઓપરેટર, સહાયક સંસ્થા
'પ્રયાસ'ના સભ્યો તથા અન્ય ગ્રામજનો સાથે મિટિંગ
યોજવામાં
આવેલ. ગળપાદર ગામની ૧૧ સભ્યોની બનેલ પાણી
સમિતિ મુલાકાત દરમિયાન પ્રેરણા પ્રવાસીઓ માટે
આદર્શ ઉદાહરણ બની શકી. કારણ કે પ્રવાસીઓએ
અનુભવ્યું અને જાણ્યું કે પાણી સમિતિના સભ્યોની
સતર્કતાને કારણે જ પાણી સુવિધાને લગતાં બધાં જ
કામો ગુણવત્તાસભર બની શક્યાં છે. અમદાવાદ જિલ્લાની
પાણી સમિતિના સભ્યોએ મિટિંગ દરમિયાન લોકફાળા
એકત્રિકરણ પધ્ધતિ અને પાણીવેરા વિશે પ્રશ્ર્નો
પૂછયા. ગળપાદર પાણી સમિતિના સભ્યોએ માત્ર પાણી
પૂરતી જ નહીં સ્વચ્છતા અને પર્યાવરણસંવર્ધન વિષયક
વાતો પણ કરી. જેમ કે ગામમાં દર સાલ વૃક્ષારોપણ
કરવામાં આવે છે. ગામમાં પાણી વેરાની સાથે-સાથે
સ્વચ્છતા વેરો પણ લેવાય છે. ગામમાં સો ટકા
વિસ્તારમાં ગટરલાઇન નાખવામાં આવી છે.
મુલાકાત દરમિયાન પ્રવાસીઓએ
પોતાના ગામની સારી અને નરસી બાબતો ગામના લોકોને
વર્ણવી જેનાથી બંને જિલ્લાના લોકોના અનુભવોની
આપ-લે થઇ શકી. ગ્રામવાસીઓની સાથે-સાથે અમદાવાદની
સહાયક સંસ્થા 'એનાર્ડે'ના સભ્યોએ ત્યાંની સ્થાનિક
સંસ્થા 'પ્રયાસ' પાસેથી કાર્યપધ્ધતિની જાણકારી
મેળવી, જેથી તેઓ વધુ સારી રીતે સ્વજલધારા અમલી
બનાવી શકે. મિટિંગ બાદ ઇ.આર.આર. કાર્યક્રમ હેઠળ
બંધાયેલા પાણી સુવિધાના ઘટકોની મુલાકાત પણ
પ્રવાસીઓએ લીધી.
સ્થળ:
પાંતીયા ગામ, અંજાર તાલુકો
સમય: ૬.૦૦
વાગ્યે
પ્રવાસીઓને ત્યાર બાદ અંજાર
તાલુકામાં આવેલા પાંતીયા ગામની મુલાકાતે લઇ જવામાં
આવ્યાં. ખરેખર, પાંતીયા ગામમાં પ્રવેશતા જ
સ્વચ્છતા ત્યાં પ્રભુતાના દર્શન ગામની દરેક
શેરીમાં થાય. ગામની કુલ વસતી ૮૦૦ માણસોની અને કુલ
ઘર ૫૦૦ જેટલા જેમાં મોટાભાગની પટેલ જાતિની વસતી.
 |
ગામની મુલાકાત દરમિયાન પાણી
સમિતિના સભ્યો અને અન્ય ગ્રામજનો સાથે મિટિંગ
યોજવામાં આવી. જેમાં ચર્ચા દરમિયાન જાણવા મળ્યું
કે ગામના લોકોને બે વર્ષ પહેલા સાત કિ.મી. દૂર
પાણી ભરવા જવું પડતું, જેના લીધે ગ્રામજનોને ભારે
હાલાકી ભોગવવી પડતી. પરંતુ ગામમાં વાસ્મો સહાયિત
ઇ.આર.આર.ની લોકભાગીદારી પ્રેરિત યોજનાના અમલીકરણથી
ગામમાં પાણીની સુવિધા ઉપલબ્ધ થઇ શકી. જે માટે
ગામમાં પાણી સમિતિના પ્રયત્નોથી પાણી સુવિધા
માટેના ૩,૭૪,૦૦૦ની કિંમતના સ્રોત ઊભા થઇ શક્યા. જે
માટે ગામના દરેક ઘરમાંથી આર્થિક પરીસ્થિતિ મુજબ
લોકફાળો ઉઘરાવવામાં આવ્યો. જે અંતર્ગત ગામમાં ઊંચી
ટાંકી, વરસાદી પાણી સંગ્રહનો ટાંકો, ઘોબીધાટ અને
હવાડો બનાવવામાં આવ્યાં. જેનાં મજૂરીકામ પણ પાણી
સમિતિના સભ્ય અને ગામલોકોએ જાતે જ કર્યાં. આમ પાણી
સમિતિના અપાર ખંતનું પ્રેરણાત્મક ઉદાહરણ ગામ પૂરું
પાડે છે. મુલાકાત દરમિયાન પાણી સમિતિના અથાગ
પરીશ્રમની વાત જાણીને સૌ પ્રવાસીઓને પણ પોતાના
ગામમાં આવા કાર્ય કરવાની ધગશ જાગી. પાણી સમિતિ
સાથે ચર્ચા બાદ સૌ પ્રવાસીઓને ગામમાં ઊભી થયેલી
સુવિધાઓ બતાવવામાં આવી.
આમ, પ્રેરણા પ્રવાસનો પ્રથમ
દિવસ પ્રવાસીઓએ બંને ગામોની મીઠ મુલાકાત સાથે
સમાપ્ત કર્યો. બંને ગામની મુલાકાત બાદ પ્રવાસીઓએ
ભૂજ તરફ જવા પ્રયાણ કર્યું. જયાં રાત્રી ભોજન બાદ
વિશ્રામગૃહમાં અમદાવાદના ડિસ્ટ્રીકટ ર્કોઓર્ડિનેટર
શ્રી રાજેશ જેઠવા, ટ્રેનિંગ ર્કોઓર્ડિનેટર શ્રી
હેમંત અને કોર ટીમે વાસ્મોના સભ્યો અને પ્રવાસીઓએ
સાથે વિચારોની આપલે કરી અને ગામલોકોને બીજા દિવસના
પ્રવાસની માહિતી આપવામાં આવી.
દિવસ-૨
૨૧ એપ્રિલ, ૨૦૦૬
સ્થળ:
સી.એમ.એસ.યુ., ભૂજ
સમય: ૮.૦૦
વાગ્યે
બીજા દિવસના પ્રેરણા પ્રવાસની
શરૂઆત પાણી સમિતિ તાલિમ શિબિરથી કરવામાં આવી. જે
માટે સૌ પ્રવાસીઓને વાસ્મોની સી.એમ.એસ.યુ, ભૂજ
ખાતેની ઓફિસે લઇ જવામાં આવ્યાં. જયાં શ્રી
આહુજાસાહેબ, શ્રી છાબડાસાહેબ અને શ્રી જયરામભાઇની
હાજરીમાં સૌ પ્રવાસીઓને આવકાર મળ્યો.
શ્રી આહુજાસાહેબે સૌ
પ્રવાસીઓનું અભિવાદન કરીને કચ્છના ગામડાઓમાં
પ્રેરણા પ્રવાસનો અનુભવ કેવી રીતે ઉપયોગી થઇ શકે
તે વિષયક માહિતી આપી. તેમણે કચ્છના ગામડાઓમાં
વાસ્મો સંસ્થાની કામગીરી અને ઇ.આર.આર. યોજનાની
સફળતા વિશે વિગતવાર ચર્ચા કરી. કચ્છનાં ગામડાઓ
ભૂંકપ બાદ જોમવંતી પ્રજાના સાહસ અને ખંતના લીધે
વિકાસમાં શાથી અગ્રેસર રહ્યાં છે, તેની પણ તેમણે
ચર્ચા કરી. તેમણે વિકાસલક્ષી યોજનાઓમાં ખાસ કરીને
પાણી અને સ્વચ્છતાના ક્ષેત્રે લોકભાગીદારી અને
સંઘભાવનાને કેન્દ્રબિંદુ ગણાવ્યાં.
ત્યારબાદ શ્રી છાબડાસાહેબે
ગ્રામ્ય જીવનમાં સ્વચ્છતાના મહત્ત્વ ઉપર પ્રકાશ
પાડ્યો. જેમાં તેમણે વાસ્મોની સી.એમ.એસ.યુ. ટીમ
દ્વારા કચ્છના ગામોમાં કરવામાં આવેલ પ્રયાસો અને
તેની દુરોગામી અસર વિશે ચર્ચા કરી. કચ્છના ગામોમાં
જાહેર સ્વચ્છતા લાગુ પાડવા માટે શોષખાડા ઝૂંબેશ,
વૃક્ષારોપણ, સ્વચ્છતા સંકુલનું નિર્માણ વગેરે
વિષયો ઉપર વાત કરી. તેમણે ગામોમાં વિકાલક્ષી
યોજનાઓની સફળતા માટે કાર્યક્રમની પારદર્શકતા,
લોકવિશ્વાસ અને લોકસહકારને પાયાના મુદ્દા ગણાવ્યા.
ઉપરાંત, સી.એમ.એસ.યુ- ભૂજના
સોશિયલ મોબિલાઇઝર શ્રી જયરામભાઇએ પાણી સમિતિની
ભૂમિકા અને જવાબદારી બાબતે ચર્ચા કરી. સામા પક્ષે
પ્રવાસીઓએ પણ યોજના અંતર્ગત મૂંઝવતા પ્રશ્નોના
અનુભવી અધિકારીઓ પાસેથી ઉકેલ મેળવ્યા. જેમ કે,
અમદાવાદ જિલ્લાના રામપુર ગામના સરપંચે પોતાના
ગામને નિર્મલ ગ્રામ પુરસ્કાર માટે કેવી રીતે તૈયાર
કરી શકાય તેનો પ્રશ્ન હતો. જે માટે પસંદગીનાં
ધોરણો અને નિયમો તથા રાજ્યનાં અન્ય નિર્મલ ગ્રામ
વિશેની માહિતી શ્રી છાબડાસાહેબે આપી.
સ્થળ:
પુરાસર ગામ, ભૂજ તાલુકો
સમય:
૧૧.૦૦ વાગ્યે
સી.એમ.એસ.યુ.ની મુલાકાત બાદ
ભૂજ તાલુકાના પુરાસર ગામની મુલાકાત લેવા પ્રવાસીઓ
શ્રી જયરામભાઇની સંગાથે નીકળ્યાં. પુરાસર ગામ આશરે
૨૨૭૧ કુંટુંબોની વસાહત ધરાવતું મુસ્લિમ વસતીનું
ગામ છે. ગામની સૌથી નોંધપાત્ર બાબત પાણી સમિતિની
નિયમિતતા અને કામ પરત્વેની ચોકસાઇ જણાઇ. જેમ કે,
ગામમાં દર મહિનાના પહેલા શુક્રવારે પાણી સમિતિની
મિંટિંગ અચૂક ભરાય છે. જેમાં સંળગ ત્રણવાર ગેરહાજર
રહેનાર સભ્યના ઘરે પાણી આપવાનું બંધ થાય છે. ગામના
દરેક રહેવાસી માથાદીઠ પાંચ રૂપિયા પાણી કનેક્શનના
ચોક્કસ ચૂકવે છે.
ગામમાં દર છ મહિને યોજાતી
ગ્રામસભામાં ગામના વિકાસ અંગેના દરેક મુદ્દાની
છણાવટ કરી નિર્ણય લેવામાં આવે છે. જયારે પાણી
પુરવઠા વ્યવસ્થાની
મરામત અને નિભાવણી તથા ગામની
શેરીઓમાં વાલ્વ ખોલવાનું કામ પણ પાણી સમિતિના
સભ્યો જાતે જ કરે છે. પાણી સમિતિના સક્રિય સરપંચ
નેતા એવા શ્રી યુસુફભાઇમાં પ્રવાસીઓને ઉમદા
નેતૃત્વના ગુણોની ઝલક મળી. ઇ.આર.આર યોજના માટે
લોકફાળો ઉઘરાવવાનો પ્રયાસ, મજૂરી કામકાજની દેખભાળ,
નાણાકીય તેમ જ માલસામાનનો હિસાબ વગેરે બાબતોનો
વહીવટ તેમણે જ રાખ્યો છે. પાણી સમિતિ સાથે મુલાકાત
બાદ ગામમાં બાંધવામાં આવેલા પાણી સુવિધાનાં
સ્થળોની મુલાકાત લેવામાં આવી. તદઉપરાંત પૂરાસર
વાંઢ તરીકે ઓળખાતા ગામના પરાવિસ્તારની પણ મુલાકાત
લેવામાં આવી.
સ્થળ:
અજરખપુર ગામ, ભચાઉ તાલુકો
સમય:
૧૧.૦૦ વાગ્યે
મધ્યાહને સ્વરુચિ ભોજન બાદ
પ્રેરણા પ્રવાસીઓએ ભચાઉ તાલુકાના અજરખપુર ગામની
મુલાકાત લીધી. પાણી વિનાની સૂકી ધરતી પર વસેલું
અજરખપુર મુસ્લિમ બહુમતીવાળું ગામ છે. જયાં
વાસ્મોના ઇ.આર.આર. કાર્યક્રમ અને પાણી સમિતિની
રચના પહેલાં પાણીની ખાસ્સી ખેંચ હતી. ગામમાં મોટા
ભાગનો વર્ગ કુદરતી રંગોમાંથી કાપડનું રંગકામ
કરવાના કામ સાથે સંકળાયેલ છે.
 |
ગામમાં પહોચંતા સૌ પ્રથમ તો
ઇ.આર.આર. હેઠળ બંધાયેલ સ્નાન ઘાટ અને ધોબી ઘાટની
મુલાકાત લેવામાં આવી. જેના બાંધકામની ડિઝાઇન પાણી
સમિતિના સભ્યોને ઘણી જ ગમી. છેલ્લે ગામની શાળામાં
પાણી સમિતિના સભ્યો સાથે મિટિંગ ગોઠવવામાં આવી.
જયાં પાણી સમિતિના અધ્યક્ષે ગામમાં પાણી સમિતિએ
કરેલાં કાર્યો અને પાણીની ખેંચમાંથી ગામને મળેલ
છુટકારા વિશે વાત કરી. ગામની સૌથી મહત્વની બાબત
ગામમાં પાણી વેરાની નિયમિત ઉધરાણી, વસુલાત અને
નિયમનની લાગી. ગામના મોટા ભાગના લોકો કારીગર
વર્ગના છે, જેમની આવક સીમિત છે, તે છતાંય ગામનું
દરેક ઘર પાણી વેરો આપે છે. અમદાવાદની પાણી સમિતિના
સભ્યોએ જે જાણીને લાગ્યું કે જો અહીંની વિષમ
પરીસ્થિતિમાં પાણી સમિતિના સભ્યો કુશળતાપૂર્વક કામ
કરી શકતા હોય તો અમદાવાદના ગામોમાં પાણી વેરો
ઉઘરાવવામાં પાછા કેમ પડાય.
અજરખપૂર ગામની મુલાકાત બાદ
પ્રવાસીઓએ કચ્છના ગામોનો સુખ:દ અને પ્રેરણાદાયી
પ્રવાસ સમાપ્ત કરી અમદાવાદ ભણી પ્રયાણ કર્યું.
પરંતુ, કોઇ પણ પ્રવાસ ત્યાં
સુધી અધૂરો ગણાય જયાં સુધી પ્રવાસીઓના પ્રવાસ
વિશેનાં મંતવ્યો, અનુભવો તેમ જ જોયેલી અને જાણેલી
બાબતોમાંથી મળેલ પ્રેરણા વિશેના પ્રત્યાઘાતો
પ્રાપ્ત ના થાય. આ હેતુથી પ્રેરણા પ્રવાસીઓ સાથે
એક બેઠક યોજવામાં આવી અને તેમના પ્રવાસ વિશેનાં
મંતવ્યો જાણવામાં આવ્યાં.
[ Top
]
પ્રેરણા
પ્રવાસીઓનાં મંતવ્યો
પ્રવાસી:
શ્રી નયનાબહેન રાઠોડ, સરપંચ અને પાણી સમિતિ
અધ્યક્ષ, રેથલ ગામ
''પ્રવાસ દરમિયાન પાણીની
સુવ્યવસ્થાની સાથે- સાથે ગ્રામ વિકાસને સાંકળતી
બાબતો જાણવા અને શીખવા મળી. જેમ કે ગળપાદર ગામની
શાળામાં બાળકોની સાથે વાલીમાં પણ સ્વચ્છતા જાગૃતિ
આવે તે માટે વાલી ફંડ ઉઘરાવવામાં આવે છે. સાથે
પાણી સમિતિ પણ પર્યાવરણીય સ્વચ્છતા માટે
વૃક્ષારોપણ અને અન્ય જાગૃતિલક્ષી કાર્યક્રમ થાય
છે. જેને મારા ગામમાં હું જરૂરથી અમલમાં બનાવીશ.''
પ્રવાસી:
શ્રી બળદેવભાઇ સોંલકી, એન્જિનીયર, એનાર્ડે
ફાઉન્ડેશન
''પ્રવાસ દરમિયાન સહાયાક
સ્થાના એન્જિનીયર તરીકે મને જાણવા મળ્યું કે
લોકભાગીદારીયુક્ત પેયજળ વ્યવસ્થાને ગામમાં સફળ
રીતે અચૂક અમલી બનાવી શકાય, ફક્ત ગ્રામીણ જનતાને
પૂરતા માર્ગદર્શનની જરૂર છે. ઉપરાંત ઇ.આર.આર.
યોજના હેઠળ તૈયાર થયેલ પેયજળ સંસાધનો અને ગામની
પાણી વિતરણ વ્યવસ્થા ઘણી જ સારી લાગી. જેમ કે
પાંતિયા ગામમાં બંધાયેલ વરસાદી પાણી સંગ્રહ પધ્ધતિ
અમદાવાદમાં અમલી બનાવી શકાય.''
પ્રવાસી:
શ્રી ભાઇલાલ નારણભાઇ પટેલ, પાણી સમિતિ
સભ્ય, રામપુર
''કચ્છનાં ગામોમાં પાણી અને
સ્વચ્છતા ક્ષેત્રે કરવામાં આવેલા લોકપ્રયાસો જોઇને
ખરેખર પ્રોત્સાહન મળે છે. પ્રવાસ દરમિયાન દરેક
ગામની પાણી સમિતિની જવાબદારીપૂર્વકની કામગીરી
જોઇને મને પણ પાણી સમિતિના સભ્ય તરીકે ગામને આગળ
વધારવાનું પીઠબળ મળ્યું છે. ઉપરાંત નિર્મલ ગ્રામ
પુરસ્કારની માહિતી મળી હોવાથી હું મારા ગામને
નિર્મલ ગ્રામ માટે અચૂક તૈયાર કરીશ.''
[ Top ]
પ્રેરણા પ્રવાસીઓની
યાદી
|
અનુક્રમ |
નામ |
ગામનું નામ |
તાલુકો |
|
૧ |
શ્રી ઠાકોર
મોરણજી મહેરાજી |
ભંરકુડા |
દશક્રોઇ |
|
૨ |
શ્રી ધનજીભાઇ
ઠાકોર |
ભામસરા |
બાવળા |
|
૩ |
શ્રી ભાઇલાલ
નારણભાઇ પટેલ |
રામપુર |
ધોળકા |
|
૪ |
શ્રી ભીખાભાઇ
ગીરધરલાલ પટેલ |
રામપુર |
ધોળકા |
|
૫ |
શ્રી રમેશભાઇ
છોટાભાઇ પટેલ |
રામપુર |
ધોળકા |
|
૬ |
શ્રી ગેલીબહેન
વિસાભાઇ ઠાકોર |
દરજી |
બાવળા |
|
૭ |
શ્રી વિનુભાઇ
વરવાભાઇ બ્રહ્મભટ્ટ |
નાની દેવતી |
સાણંદ |
|
૮ |
શ્રી મધુબહેન
ત્રીકમભાઇ પરમાર |
નાની દેવતી |
સાણંદ |
|
૯ |
શ્રી અમૃતજી
શકરાજી |
મનીપૂર
|
સાણંદ |
|
૧૦ |
શ્રી મકવાણા
ગેલાભાઇ માધાભાઇ |
ભવાનપૂર |
સાણંદ |
|
૧૧ |
શ્રી ઠાકોર
પરસોતમજી મથુરજી |
ભવાનપૂર |
સાણંદ |
|
૧૨ |
શ્રી ઠાકોર
મંગુબહેન પરસોત્તમજી |
ભવાનપૂર |
સાણંદ |
|
૧૩ |
શ્રી સોલંકી
જયન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ |
ભંકોડા |
દેત્રોજ |
|
૧૪ |
શ્રી સોલંકી
સીતાબહેન જયન્દ્રસિંહ |
ભંકોડા |
દેત્રોજ |
|
૧૫ |
શ્રી સવાભાઇ
ડાહ્યાભાઇ |
ભવાનપૂર |
સાણંદ |
|
૧૬ |
શ્રી ચંદુજી
મથુરજી |
ભવાનપૂર |
સાણંદ |
|
૧૭ |
શ્રી જાયાભાઇ
ઝવેરભાઇ |
ખેંગારીયા |
વિરમગામ |
|
૧૮ |
શ્રી વિજીબહેન
જાયાભાઇ |
ખેંગારીયા |
વિરમગામ |
|
૧૯ |
શ્રી અભુભાઇ
શીવાભાઇ |
ખેંગારીયા |
વિરમગામ |
|
૨૦ |
શ્રી લાડુબહેન
અભુભાઇ |
ખેંગારીયા |
વિરમગામ |
|
૨૧ |
શ્રી આત્મારામભાઇ
રામજીભાઇ |
ખેંગારીયા |
વિરમગામ |
|
૨૨ |
શ્રી વિજયભાઇ
મુકેશભાઈ સાધુ |
ખેંગારીયા |
વિરમગામ |
|
૨૩ |
શ્રી ચૌહાણ
રમેશભાઇ હીરાભાઇ |
રીબડી |
માંડલ |
|
૨૪ |
શ્રી ચૌહાણ
રજનીકાંતભાઇ હીરાભાઇ |
રીબડી |
માંડલ |
|
૨૫ |
શ્રી ભરવાડ
રત્નાભાઇ એચ. |
કાચરોલ |
માંડલ |
|
૨૬ |
શ્રી શાંતાબહેન
માવજીભાઇ વાણીયા |
ઇયાવા |
સાણંદ |
|
૨૭ |
શ્રી શાંતાબહેન
ભવાનભાઇ વાણીયા |
ઇયાવા |
સાણંદ |
|
૨૮ |
શ્રી રમણભાઇ
ડાહ્યાભાઇ સોંલકી |
ઇયાવા |
સાણંદ |
|
૨૯ |
શ્રી માવજીભાઇ
ડાહ્યાભાઇ વાણીયા |
ઇયાવા |
સાણંદ |
|
૩૦ |
શ્રી ઝાયાભાઇ
મહેરમભાઇ ભરવાડ |
મેણી |
બાવળા |
|
૩૧ |
શ્રી ચારણભાઇ
લાલજીભા ભરવાડ |
મેણી |
| |