English  |

                   સાથે મળી સહયોગ સાધીએ
                                
સાથે મળી કામ કરીએ

 

   
 
 
હોમ | પ્રસાર પ્રયાસો
પ્રસાર પ્રયાસો
   
  વાસ્મો દ્વારા ગ્રામ સ્તરના રહેવાસીઓ, પાણી સમિતિઓ અને પંચાયતોના સભ્યો ઉપરાંત, પાણી અને સ્વચ્છતા ક્ષેત્રના અભ્યાસુઓ, પત્રકારો, સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરે ઉપયોગી થાય તેવાં વિવિધ પ્રકાશનો તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવે છે. નીચે આવાં કેટલાંક પ્રકાશનોની યાદી આપી છેઃ
  • 'પેયજળ અને સ્વચ્છતા લોકસંવાદ' સામયિક
  • પાણી સમિતિ માર્ગદર્શિકા
  • ઈઆરઆર પ્રોજેક્ટ વિશેની માહિતીપુસ્તિકા
  • ઘોઘા પ્રોજેક્ટ વિશેની માહિતીપુસ્તિકા
  • સ્વજલધારા માર્ગદર્શિકા
  • પાણી સમિતિ માટે નાણાકીય અને તાંત્રિક માર્ગદર્શિકા
  • પાણી સમિતિ માટે નિભાવ અને મરામત માર્ગદર્શિકા
  • વાર્ષિક અહેવાલો


આપ વાસ્મોની કોઈ પણ કચેરી કે સંબંધિત અમલીકરણ સહાયક સંસ્થાનો સંપર્ક સાધીને આ પ્રકાશનો મેળવી શકો છો.

વાસ્મો પાણી અને સ્વચ્છતાના ક્ષેત્રે લોકોને કેન્દ્રીય ભૂમિકામાં લાવવાના પ્રયાસોના ભાગરૂપે રેડિયો સ્પોટ્સ, ફિલ્મ જેવાં ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમ તથા શેરીનાટક જેવા પરંપરાગત માધ્યમનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

વાસ્મોની મુખ્ય કચેરીનો સંપર્ક સાધીને આપ વાસ્મો દ્વારા નિર્મિત રેડિયો સ્પોટ્સ કે ફિલ્મ મેળવી શકો છો.