|
|
|
|
|
|
ગામમાં સ્વચ્છતાની
કેવી સુવિધાઓ વિકસાવી શકાય? |
|
|
| |
|
વાસ્મોના
લોકવ્યવસ્થાપિત પેયજળ અને
સ્વચ્છતા કાર્યક્રમમાં સામેલ થઈને
આપણે આપણા ગામમાં સ્વચ્છતાની
કાયમી વ્યવસ્થા માટે નીચે મુજબનાં
પગલાં લઈ શકીએ છીએ.
-
પાણીના સ્રોત પાસેથી
વધારાના પાણીના નિકાલની વ્યવસ્થા કરવી
-
શોષખાડા બનાવવા
-
કચરાના ઉપાડ અને
નિકાલ માટેની વ્યવસ્થા કરવી
-
જાહેર શૌચાલયો
બાંધવાં
-
ગ્રામસ્વચ્છતા
અભિયાનો ચલાવવાં
-
ગામલોકોને સ્વચ્છતાના
મહત્ત્વ વિશે જાગૃત કરવા
-
ઘરે
ઘરે શૌચાલય બનાવવા લોકોને પ્રોત્સાહિત
કરવા વગેરે
ગામમાં કેવી સફાઈ
વ્યવસ્થા ગોઠવી શકાય?
-
ઘર કે દુકાનનો કચરો
ગમે ત્યાં ન ફેંકતા પોતાના ઘરે રાખેલ
ડબ્બામાં ભેગો કરવો.
-
ઘરમાં ભેગો કરેલો
કચરો રોજે રોજ સફાઇ કર્મયોગી તેમના
મહોલ્લામાં જાય ત્યારે પેડલ રીક્ષામાં
નાખવો.
-
ઢોરોના મળ-મૂત્રના
ઉકરડા માટે ગામથી દૂર અલગ આયોજન કરવું.
-
ખુલ્લામાં જાજરૂ
કરવાને બદલે શોષખાડાવાળા શૌચાલયો બનાવી
તેનો ઉપયોગ કરવો.
-
કચરામાંથી બનતા
ખાતરનો વપરાશ ખેતીમાં કરવો.
-
મરેલાં ઢોરના યોગ્ય
નિકાલની વ્યવસ્થા કરવી.ચામડુ ઉતારી લીધા
પછી વધેલા ભાગો અને હાડકાં ખાડામાં દાટી
દેવાની વ્યવસ્થા કરવી.
શોષખાડા કેવી રીતે
બનાવીશું?
-
કોઇ એક અનુકૂળ જગ્યાએ
એક ઘન મીટરના માપનો એક ખાડો ખોદો જેથી
ગંદા પાણીના યોગ્ય નિકાલ માટેની
પાઈપલાઈનનો છેડો ખાડાની પાસે રહે.
-
ખાડાનો 1/3 જટેલો ભાગ
10-1પ સે.મી. અથવા 1/ર ઈંટના માપ જેવડાં
ઈંટના રોડાં કે પથ્થરથી ભરી લો. આ રીતે
ખાડાના ર/3 ભાગને પ-10 સે.મી. જાડાઈ
ધરાવતી છિદ્વોવાળી માટલી અથવા ગરબાની
માટલી કે કાણાંવાળું પ્લાસ્ટિકનું કેન
રાખવું. જેમાં પાણીનો કચરો એકઠો થઈ શકે.
-
માટલીની અંદર
નાળિયેરના છોતરાં/ કાથીનાં દોરડાં ભરી દો,
જે 'ગ્રીઝ-ટેપ' તરીકે કામ કરશે. ખાડાનો
બાકીનો ભાગ નાનાં રોડાં કે કાંકરાથી ભરી
દો.
-
ખાડાને ફાડેલા
પ્લાસ્ટિકના કોથળાથી ઢાંકી દો અને વરસાદના
પાણીને અંદર આવતું રોકવા માટે તેને છેક
તળિયાથી (માટીનો ગારો) કાદવ વડે ઢાંકી દો.
-
માટલીના તળિયે જામતા
કચરાને નિયમિત રીતે બહાર કાઢી નાખો અને
અંદરના નાળિયેરના કૂચાને પણ નિયમિત રીતે
બદલતા રહો.
આટલું ધ્યાન રાખીએ...
-
શોષખાડાની સરેરાશ
આવરદા લગભગ પાંચ વર્ષની હોય છે.
-
માટલીના કચરાનો
નિયમિત નિકાલ અને રોડાંને નિયમિત બદલવાં
જોઈએ.
-
શોષખાડાની ઉપરનો ભાગ
જયારે પાણીથી ભીનો થાય ત્યારે સમજવું કે
શોષખાડો ફરીથી
બનાવવાની જરૂર છે.
-
શોષખાડો કાદવવાળી
અને ઓછી (નબળી) છિદ્વાળુ જમીન માટે અયોગ્ય
છે.
-
પથરાળી જમીનવાળા
વિસ્તારમાં જો ખોદવાનું અશકય હોય ત્યારે
લંબાઈ અને પહોળાઈમાં વધારો કરી શકાય.
પૂરાણ પછી પાણી બધી બાજુએથી કાણાંવાળી
પ્લાસ્ટિકની નળી દ્વારા વહી શકે છે.
|
|
|
|
|
| |
|
|
|
|
|
|