English  |

                   સાથે મળી સહયોગ સાધીએ
                                
સાથે મળી કામ કરીએ

 

 
 
 
હોમ | મારા ગામમાં | સ્વચ્છતાની વ્યવસ્થા
શૌચાલય માટે માલસામાન અને અંદાજે કિંમત
 
 
ગામમાં સ્વચ્છતાની કેવી સુવિધાઓ વિકસાવી શકાય?

ગામમાં કેવી સફાઈ વ્યવસ્થા ગોઠવી શકાય?

શોષખાડા કેવી રીતે બનાવીશું?
શાળામાં સ્વચ્છતા સંકુલ શા માટે?
ઘરમાં શૌચાલય શા માટે?

શૌચાલયની દેખરેખ કેમ રાખીશું ?

શૌચાલય વિશેની ગેરસમજો / બહાનાં અને હકીકતો
શૌચાલય માટે માલસામાન અને અંદાજે કિંમત

જાણીએ સ્વચ્છતાનાં સાત પગલાં

રોગચાળાથી બચવાના ઉપાયો

શૌચાલય બનાવવું બિલકુલ ખર્ચાળ નથી. શૌચાલય સ્વતંત્ર ચાર દીવાલવાળું અથવા એક બે દીવાલનો આધાર લઇને પણ કરી શકાય. શૌચાલયની છત એ.સી. શીટસ, જી.સી. શીટસ, પ્લાસ્ટીક શીટસ અથવા વિલાયતી નળિયાની કરી શકાય. લિન્ટેસ, સ્લેબ, ખાડનાં તેમજ કૂંડીના ઢાંકણાં પથ્થર કે આર.સી.સી. સ્લેબના બનાવી શકાય. શૌચાલયની અંદાજીત કિંમતમાં બાંધકામની સામગ્રીમાં ભાવવધારો થવાથી અને સ્થાનિક પરિસ્થિતિના કારણે વધધટ થવાની શકયતા રહેલી છે. પહેલાં સૌથી મહત્ત્વનું કામકાજ કરાવી, જેમ રૂપિયાની સગવડ થતી જાય તેમ સુવિધાઓ વધારી શકાય.
 

ક્રમ વિગત/ માલસામાન જથ્થો કુલ ખર્ચ (રૂપિયામાં)
1 ઇંટ 1000 નંગ 1600.00
2 સિમેન્ટ 4 થેલી 600.00
3 રેતી 40 ઘન ફુટ 160.00
4 ટબ, ટ્રેપ, પગાં, પાઇપ 1 સેટ 280.00
5 દરવાજો રંગ કામ સાથે 1 નંગ 400.00
6 ઇંટોની રોડી 5 ઘન ફુટ 25.00
7 કપચી/ ગ્રીટ 3 ઘન ફુટ 30.00
8 લાલ ફલેગ સ્ટોન 60 ચો. ફુટ 480.00
9 ધોળવાનું કામ ચૂના ગળી સાથે - 30.00
10 સિમેન્ટ જાળિયું 1 નંગ 20.00
11 કડિયા-મજૂરોની મજૂરી - 600.00
    અંદાજિત 4225.00