English  |

                   સાથે મળી સહયોગ સાધીએ
                                
સાથે મળી કામ કરીએ

 

 
 
 
હોમ  | મારા ગામમાં | સ્વચ્છતાની વ્યવસ્થા
શાળામાં સ્વચ્છતા સંકુલ શા માટે?
 
 
ગામમાં સ્વચ્છતાની કેવી સુવિધાઓ વિકસાવી શકાય?

ગામમાં કેવી સફાઈ વ્યવસ્થા ગોઠવી શકાય?

શોષખાડા કેવી રીતે બનાવીશું?
શાળામાં સ્વચ્છતા સંકુલ શા માટે?
ઘરમાં શૌચાલય શા માટે?

શૌચાલયની દેખરેખ કેમ રાખીશું ?

શૌચાલય વિશેની ગેરસમજો / બહાનાં અને હકીકતો
શૌચાલય માટે માલસામાન અને અંદાજે કિંમત

જાણીએ સ્વચ્છતાનાં સાત પગલાં

રોગચાળાથી બચવાના ઉપાયો
શાળામાં શાળા સ્વચ્છત સંકુલ હોય તો તેનાથી નીચે દર્શાવ્યા પ્રમાણેનાં પરિણામો મળે છે
  • શાળાનું સ્વચ્છતા સંકુલ શાળાની સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિનું પ્રતીક છે.
  • સ્વચ્છતા સંકુલથી બાળપણથી બાળકને યોગ્ય જગ્યાએ પેશાબ અને મળત્યાગ કરવાની આદત પડે છે.
  • યોગ્ય જગ્યાએ પેશાબ અને મળત્યાગ થવાથી પર્યાવરણની સ્વચ્છતાનું રક્ષણ થાય છે. તેમાં બાળક ભાગીદાર થવાથી તેનો અનુભવ કરી શકે છે અને અવલોકન કરી શકે છે.
  • બાળપણમાં પાડેલી સારી આદતો મોટાં થતાં જળવાઇ રહે છે.
  • કિશોરીઓને કેળવણી છોડવી પડતી નથી. તેના ફળસ્વરૂપે દેશમાં કેળવણીનો સર્વાંગી વ્યાપ વધે છે.
  • ખુલ્લામાં ગંદકી નહીં થવાથી બાળકો અને અન્ય લોકોનું આરોગ્ય જળવાશે. સ્વચ્છતાથી સુંદરતા વધશે.
  • જાહેર સ્વચ્છતા સાચવણીનો ખર્ચ ઘટી જશે અને તેને લગતું કામ કરતાં માણસો ઘટાડી શકાશે અને આમ વિકાસનાં કામો તરફ તેઓને વાળી શકાશે અને તેઓનું તથા દેશનું ગૌરવ વધશે.
  • તે શાળાના આંગણામાં કે તેની નજીક ઝાડો - પેશાબ કરતાં વિદ્યાર્થીઓને અને લોકોને રોકે છે.
  • તે માંદગી સામે બાળકનું રક્ષણ કરે છે. તંદુરસ્ત બાળકો શાળામાં વધારે સ્ફૂર્તિમાં રહે છે.
  • તે બાળકોમાં તેમજ તેમનાં કુંટુંબોમાં આરોગ્યરક્ષક સફાઇની આદતોને પ્રોત્સાહન આપે છે.
  •  તેને લીધે બાળકો ખાસ કરીને છોકરીઓ માટે જરૂરી એકાંત જળવાય છે અને ચોમાસામાં તથા શિયાળામાં વધુ સગવડ પણ રહે છે.
  • તે છોકરીઓના અધૂરા અભ્યાસે શાળા છોડી દેવાના દરને ઘટાડે છે.
ઘરમાં શૌચાલય શા માટે?
  • સ્વાસ્થ્ય અને પૈસાના બચાવ માટે સ્વરછતાને અભાવે વારંવાર આપણે બીમારીઓનો ભોગ બનવુ પડે છે અને ડોક્ટરના ખર્ચા વેઠવા પડે છે. જો ધરમાં શૌચાલય હોય તો સ્વરછતા જળવાય અને આ રોગ થતાં અટકે જેથી પૈસાની બચત થાય.

  • એકાંત માટે બહેનોને ખુલ્લામાં શૌચક્રિયા કરતી વખતે એકાંત શોધવાની બહુ મુશ્કેલી પડે છે. ઘરમાં જ જાજરૂ હોય તો બહેનો કોઇ પણ સમયે તેનો ઉપયોગ કરી શકે છે અને તેમણે અંધારુ થવાની રાહ જોવી પડતી નથી.

  • સગવડ માટે ઘર પાસે જ શૌચાલય બનાવેલું હોવાથી બહુ દૂર જવું પડતું નથી અને વૃદ્ધો, બીમાર વ્યક્તિઓ, સ્ત્રીઓ તથા બાળકોને સરળતા રહે છે.

  • સલામતી માટે બહાર ખુલ્લામાં મળત્યાગ કરતી વખતે રાતના સમયે સાપ કરડવાનો કે અન્ય કોઇ અકસ્માત થવાનો ભય રહે છે. આથી શૌચાલય એ સલામતીભરેલું છે.

શૌચાલયની દેખરેખ કેમ રાખીશું ?
  • ઘરના પાણીબંધ જાજરૂની જાળવણી બહુ જ સરળ છે. રોજ જાજરૂને ટબ બ્રશથી સાફ કરીએ, દર અઠવાડિયે સાબુના પાણીથી ધોઈએ.

  • જાજરૂનો ઉપયોગ કરતાં પહેલાં થોડું પાણી ટબમાં રેડીએ, જેથી મળ ટબમાં ચોંટે નહીં.

  • દોઢથી બે લિટર જેટલું પાણી ડોલમાં ભરેલું રાખીએ અને જાજરૂ ગયા બાદ તે પાણી ફલશ માટે વાપરીએ. જાજરૂના ખાડાઓમાં ગંદું પાણી જેવું કે રસોડાનું અને નાવણિયાનું પાણી જાય નહીં તેની કાળજી રાખીએ.

  • ટબ ભરાઇ જાય ત્યારે સળિયાથી ટબ બાજુથી અથવા જોડાણ કુંડી બાજુથી સાફ કરીએ.

  • ટબમાં ઘરનો કે રસોડાનો કચરો, ચથરા, રૂ વગેરે પડે નહી તેની કાળજી રાખીએ.

  •  જાજરૂના ઉપયોગ માટે બેમાંથી એક જ ખાડાનો ઉપયોગ કરીએ. પહેલો ખાડો ભરાઇ જાય ત્યારે જ બીજા ખાડાનો ઉપયોગ કરીએ.

  • ભરાઇ ગયેલો પહેલો ખાડો બંધ કરી બીજો ખાડો ચાલુ કરો અને તેની નોંધ રાખીએ.

  • જાહેર આરોગ્યની જાળવણી માટે જાજરૂનો જ ઉપયોગ કરીએ.

  • જાજરૂ ગયા પછી સાબુથી અવશ્ય હાથ ધોઈએ. સાબુના વિકલ્પે રાખ વાપરી શકાય, માટી કદી નહીં.

  • જાજરૂના ઉપયોગથી મળ તથા માખી, મચ્છરથી ફેલાતા રોગોથી બચી શકાય છે.