-
સ્વચ્છ અને સલામત
પાણી પીવાની ટેવો પાડીએ.
-
પાણીને સ્વચ્છ અને
સલામત રાખીએ, માટલાં ઘસીને અંદર-બહારથી
સાફ કરીએ, પાણી ઢાંકેલું રાખીએ અને
માટલામાંથી વાપરવાનું પાણી લેવા ડોયા કે
નળનો ઉપયોગ કરીએ અને હા, પીવા માટેનું
પાણી સ્વચ્છ ગરણાથી ગાળીને ભરીએ.
-
પાણીમાં રહેલા
સૂક્ષ્મ જીવાણુઓને દૂર કરવા પાણીને
ઉકાળીને કે ક્લોરિનની દવા નાખીને પીએ.
-
ખોરાક પણ તાજો અને
ઢાંકેલો હોય તો જ ખાઈએ. વાસી કે બજારુ
ખુલ્લો ખોરાક ખાઈએ નહીં. માખીથી બચવા
ખોરાક ઢાંકેલો રાખીએ, ફળ અને શાકભાજી
સ્વચ્છ પાણીથી ધોઈને વાપરીએ.
-
દરરોજ સ્નાન કરીએ,
કપડાં સ્વચ્છ પહેરીએ અને માથાના વાળ
સ્વચ્છ તથા ઓળેલા રાખીએ. આંગળીઓના નખ
કાપેલા રાખીએ.
-
જમતાં પહેલાં, સંડાસ
ગયા પછી અને રસોઈ કરતાં પહેલાં હાથ ધોવાની
ટેવ પાડીએ.
-
ખુલ્લામાં મળત્યાગ
કરવાનું ટાળીએ, શૌચાલયનો ઉપયોગ કરીએ. જો
ખુલ્લામાં જવું જ પડે તો રહેણાક વિસ્તાર
અને પાણીના સ્રોતથી દૂર જઈએ અને મળ ઉપર
માટી ઢાંકી દઈએ.
-
ઘર તથા આંગણું અને
આજુબાજુની જગ્યા સ્વચ્છ રાખીએ.
-
વપરાશના ગંદા પાણીને
ગમે ત્યાં ન ફેંકીએ. ઝાડ-છોડને રેડીએ,
શોષખાડામાં નાખીએ અથવા નીક વાટે દૂર લઈ
જઈએ.
-
ઘરનો કચરો પણ ગમે
ત્યાં ન ફેંકીએ પણ ખાડામાં દાટીએ કે
ઉકરડામાં નાખીએ.
-
કૂવા, તળાવ,
હેન્ડપંપની આજુબાજુ ગંદકી ન કરીએ. સંડાસ
કે ઉકરડા આવાં સ્થળોથી દૂર રાખીએ.
-
મચ્છરોથી બચવા,
પાણીનાં ખાબોચિયાં દૂર કરીએ, ટાંકીનું
પાણી ઢાંકેલું રાખીએ, ઘર સ્વચ્છ રાખીએ અને
સંધ્યાકાળે બારીબારણાં બંધ રાખીએ (આ સમયે
બહારથી મચ્છરો ઘરમાં આવે છે), મચ્છરદાની
કે ધૂપ-બત્તીનો ઉપયોગ કરીએ.