English  |

                   સાથે મળી સહયોગ સાધીએ
                                
સાથે મળી કામ કરીએ

 

 
 
 
હોમ | મારા ગામમાં | સ્વચ્છતાની વ્યવસ્થા
જાણીએ સ્વચ્છતાનાં સાત પગલાં
 
 
ગામમાં સ્વચ્છતાની કેવી સુવિધાઓ વિકસાવી શકાય?

ગામમાં કેવી સફાઈ વ્યવસ્થા ગોઠવી શકાય?

શોષખાડા કેવી રીતે બનાવીશું?
શાળામાં સ્વચ્છતા સંકુલ શા માટે?
ઘરમાં શૌચાલય શા માટે?

શૌચાલયની દેખરેખ કેમ રાખીશું ?

શૌચાલય વિશેની ગેરસમજો / બહાનાં અને હકીકતો
શૌચાલય માટે માલસામાન અને અંદાજે કિંમત

જાણીએ સ્વચ્છતાનાં સાત પગલાં

રોગચાળાથી બચવાના ઉપાયો

1. પીવાનું પાણી સ્વચ્છ રાખીએ

  •  પાણી ભરવાનાં વાસણો, માટલાં અને પાણિયારું સાફ રાખીએ.

  •  પીવાનું પાણી સ્વચ્છ કપડાથી ગાળીને ભરીએ. ડોયો વાપરીએ.

  •  પીવાના પાણીનાં માટલાં, વાસણો ચા સ્થાને રાખીએ જેથી નાનાં બાળકો કે પશુ-પક્ષી ગંદુ ના કરે.

  •  પાણી ઉકાળીને કે કલોરિનની દવા નાખીને પીએ.

ર. અંગત સ્વચ્છતા જાળવીએ

  • નિયમિત સ્નાન કરીએ અને સ્વચ્છ (ધોયેલાં) કપડાં પહેરીએ.

  • હાથના નખ તથા માથાના વાળ સ્વચ્છ/કાપેલાં રાખીએ.

  • જમતાં પહેલાં અને સંડાસ પછી હાથ ધોવાની ટેવ પા઼ડીએ.

  • નિયમિત દાંતણ/ બ્રશ કરીએ. દાંત સાફ રાખીએ.

3. ઘર સ્વચ્છ રાખીએ

  • રહેવાના ઘરને દરરોજ સાફ રાખીએ.

  • ઘરમાં હવા-ઉજાસ રહે તેવી વ્યવસ્થા કરીએ.

  • ઘરની આજુબાજુની જગ્યા અને આંગણું સાફ રાખીએ.

  • મચ્છરથી બચવા મચ્છરદાની કે ઘૂપનો ઉપયોગ કરીએ.

4. ગંદા પાણીનો નિકાલ કરીએ

  • ગંદા પાણીના નિકાલ માટે શોષખાડા કે નીક બનાવીએ.

  • વપરાયેલું પાણી શકય હોય ત્યાં ફરી ઉપયોગમાં લઈએ. ઘર વપરાશનું પાણી ઝાડ, છોડ કે બાગ કે ખેતીમાં વાપરીએ.

  • ઘરની આજુબાજુ કે ગામમાં પાણીના રેલા કે ખાબોચિયાં ના થવા દઈએ. મચ્છર ખાબોચિયાંમાં પેદા થાય છે. કૂવા, બોર કે નળની આજુબાજુ ગંદુ પાણી જમા ના થવા દઈએ.

પ. મળ-મૂત્રનો નિકાલ કરીએ

  • ખુલ્લામાં સંડાસ ના કરતાં શૌચાલયનો ઉપયોગ કરીએ.

  • ખુલ્લામાં સંડાસ જવું પડે તો રહેણાક વિસ્તારથી દૂર જઈએ.

  • ખુલ્લામાં મળત્યાગ કરીએ ત્યારે તેના ઉપર માટી નાખી દઈએ જેથી માખી ફેલાય નહીં.

  • બાળકોના મળનો પણ યોગ્ય નિકાલ કરીએ.

6. કચરાનો નિકાલ કરીએ

  • ઘર તથા આંગણાના કચરાનો યોગ્ય નિકાલ કરીએ.

  • કચરો બાળવો નહિ પણ કમ્પોસ્ટ કરી ખાતર બનાવીએ.

  • રેતી, કાંકરાનો કચરો જમીનપુરાણ માટે વાપરી શકાય.

  • ઢોરના મળ-મૂત્રનો યોગ્ય નિકાલ કરીએ, ઉકરડા ઘરથી દુર રાખીએ.

7. ખોરાકની કાળજી લઈએ

  • તાજો રાંધેલો અથવા ગરમ ખોરાક જમીએ.

  • રાંધેલો ખોરાક ઢાંકી રાખીએ જેથી માખી બેસી ગંદો કરે નહીં.

  • રસોડું અને રસોઈનાં વાસણો સ્વચ્છ રાખીએ તથા રસોઈ કરતાં પહેલાં હાથ અવશ્ય ધોઈએ.

  • વાસી, ખુલ્લો કે બજારુ ખોરાક ખાવાનું ટાળીએ.