English  |

                   સાથે મળી સહયોગ સાધીએ
                                
સાથે મળી કામ કરીએ

 

 
 
 
હોમ | મારા ગામમાં |  પાણી સમિતિનાં કાર્યો
વિલેજ એકશન પ્લાન વિશે વાત
 
 
પાણી સમિતિ વિશે પ્રાથમિક જાણકારી

ગામમાં પાણી સમિતિ શા માટે ?

પાણી સમિતિમાં મહિલા સભ્યો શા માટે ?
પાણી સમિતિની રચના કઈ રીતે કરવી ?
પાણી સમિતિ કયાં કયાં કાર્યો કરશે ?

પાણી સમિતિમાં કેવી પેટા સમિતિ બનાવી શકાય?

પાણી સમિતિએ રાખવી પડતી કાળજીઓ
પાણી સમિતિની અન્ય મહત્ત્વની બાબતો

લોકફાળો શા માટે અને દરેક ગામમાં જુદો જુદો શા માટે?

વિલેજ એકશન પ્લાન વિશે વાત

વિલેજ એકશન પ્લાન એ ગ્રામજનોએ બનાવેલ આદર્શ ગામનું ચિત્રણ છે, જે યોજનાને વેગવંતી બનાવવાનું પ્રેરકબળ બની રહે છે.

વિલેજ એકશન પ્લાન એ ગ્રામજનો દ્વારા પોતાના ગામ માટે તૈયાર કરવામાં આવનારી કાર્ય યોજના છે. જેમાં ગામના ઈતિહાસ, ગામના વિકાસના તબક્કા, હાલની સ્થિતિ, ભવિષ્યના વિકાસની જરૂરિયાતો વગેરે તમામ બાબતોને સાંકળી લેવામાં આવે છે. આ ઉપરાંત ગામની હાલની તથા ભવિષ્યની પાણીની જરૂરિયાતોને ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે.

કાર્યક્રમનું મહત્ત્વનું પાસું

વિલેજ એકશન પ્લાન તૈયાર કરવો એ સમગ્ર કાર્યક્રમનું મહત્ત્વનું પાસું છે. આ માટે સહાયક સંસ્થા સૌ પ્રથમ જે-તે ગામના સરપંચશ્રીનો સંપર્ક સાધીને તેમની પાસેથી નિયત ફોર્મ અનુસાર વિલેજ એકશન પ્લાન તૈયાર કરવાની માહિતી મેળવે છે. જેમાં ગામના ઉદ્‌ભવથી લઈને ગામના સામાજિક, આર્થિક, શૈક્ષણિક, ધાર્મિક અને સાંસ્કતિક વિકાસની ઝાંખીને આવરી લેવાય છે. વિલેજ એકશન પ્લાનને ત્રણ ભાગમાં વહેંચી લેવામાં આવ્યો છે જેમાં, પ્રથમ ભાગ વર્ણનાત્મક છે; જેમાં ગામના ઈતિહાસ, ગામનાં સ્થળો, શિક્ષણ, સુવિધાઓની તમામ પ્રકારની વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. બીજા ભાગમાં, ગામમાં ઉપલબ્ધ પાણી પુરવઠા તથા હાલની વિતરણની વ્યવસ્થા તથા સ્વચ્છતાની સુવિધાની સંપૂર્ણ વિગતોને આવરી લેવામાં આવે છે. ગામ લોકો હયાત પુરવઠા વ્યવસ્થાનો નિભાવ અને સાચવણી કઈ રીતે કરશે, આ માટે કોણ જવાબદારી ઉપાડશે, લોકફાળો કઈ રીતે એકત્ર કરવામાં આવશે તે બાબતનો પણ સમાવેશ કરવામાં આવે છે.

એક કિંમતી દસ્તાવેજ

વિલેજ એકશન પ્લાન એ ગામનો કિંમતી દસ્તાવેજ છે. જેમાં ગામની વસ્તી, સાક્ષરતા, શિક્ષણ સામાજિક, આર્થિક પરિસ્થિતિ, શૈક્ષણિક સુવિધા, સાંસ્કતિક પ્રવ્ત્તિ, વરસાદની માહિતી, વરસાદી પાણીના સંગ્રહની અપનાવેલી પદ્ધતિઓ, પાણીજન્ય રોગો વગેરે બાબતનો સમાવેશ થયેલો હોવાથી ગામનાં દરેક પાસાંઓની માહિતી દ્વારા યોગ્ય અને અસરકારક ઉપયોગી આયોજન થઈ શકે છે. તે જ રીતે તે ગામની પર્યાવરણીય સ્વચ્છતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તે બાબતે વ્યક્તિગત સ્વાસ્થ્ય, જાહેર સ્વચ્છતા, શાળાની સ્વચ્છતા, શૌચાલયની ઉપયોગિતા, ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા, પીવાના પાણીની ગુણવત્તા વગેરે બાબતમાં સમજણ, જાગ્તિ અને સ્વચ્છતાની વ્યવસ્થા માટેના આયોજનનો સમાવેશ કરવામાં આવે છે. તેના આધારે ગ્રામફેરી, બાળકો માટે સ્વચ્છતાના વિષય આધારિત ચિત્ર સ્પર્ધા, વકત્ત્વ સ્પર્ધા, નિબંધ લેખન જેવી રચનાત્મક પ્રવૃત્તિ હાથ ધરીને બાળકોના વર્તન વ્યવહારમાં પેયજળ અને સ્વચ્છતાની વિચારધારાને દ્ઢ કરી શકાય છે. ગામલોકો ભવિષ્યમાં તેમની યોજનાનું સંચાલન, નિભાવ અને સાચવણી કઈ રીતે કરશે તેનું આગામી દસ વર્ષનું આલેખન પણ વિલેજ એકશન પ્લાનમાં કરવામાં આવે છે.

તાંત્રિક વિભાગ

વિલેજ એકશન પ્લાનનો સૌથી મહત્ત્વનો ભાગ છે: તાંત્રિક વિભાગ. જેમાં ગામલોકો દ્વારા પાણી વિતરણ અને સ્વચ્છતાની સુવિધાની માગ અનુસાર વાસ્મોના ઈજનેર દ્વારા તૈયાર થયેલ પ્લાન, તેના ખર્ચની સંપૂર્ણ વિગતો વગેરેને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવે છે. પ્લાન તૈયાર કરતી વખતે આગામી 30 વર્ષની સંભવિત વસ્તીને વ્યક્તિ દીઠ દરરોજ 40 લિટર પાણી મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન થાય છે. જોકે, સમગ્ર યોજનાને ગ્રામજનો ગ્રામસભામાં મંજૂર કરે પછી જે તે યોજનાનો અમલ શરૂ થાય છે.