English  |

                   સાથે મળી સહયોગ સાધીએ
                                
સાથે મળી કામ કરીએ

 

 
 
 
હોમ | મારા ગામમાં |  પાણી સમિતિનાં કાર્યો
ગામમાં પાણી સમિતિ શા માટે ?
 
 
પાણી સમિતિ વિશે પ્રાથમિક જાણકારી

ગામમાં પાણી સમિતિ શા માટે ?

પાણી સમિતિમાં મહિલા સભ્યો શા માટે ?
પાણી સમિતિની રચના કઈ રીતે કરવી ?
પાણી સમિતિ કયાં કયાં કાર્યો કરશે ?

પાણી સમિતિમાં કેવી પેટા સમિતિ બનાવી શકાય?

પાણી સમિતિએ રાખવી પડતી કાળજીઓ
પાણી સમિતિની અન્ય મહત્ત્વની બાબતો

લોકફાળો શા માટે અને દરેક ગામમાં જુદો જુદો શા માટે?

વિલેજ એકશન પ્લાન વિશે વાત

પાણીસમિતિ ગ્રામ પંચાયતની પેટા સમિતિ રહેશે અને ગ્રામકક્ષાએ કાર્યક્રમનું અસરકારક અમલીકરણ થાય અને ગામમાં દરેકનું હિત જળવાય તે માટે કાર્યક્રમના સંચાલનમાં ગામના દરેક વર્ગના પ્રતિનિધિ અને બહેનો હોવાં જરૂરી છે. આ માટે દરેક ગામમાં પાણીસમિતિની રચના કરાશે. આ ઉપરાંત ગામમાં પીવાના પાણી અને સ્વચ્છતાના કાર્યક્રમ અંતર્ગત તૈયાર કરેલ સુવિધાઓની જાળવણી અને નિભાવ પણ ગામ લોકો કરે તેના માટે પાણીસમિતિ જરૂરી છે.

 

પાણી સમિતિમાં મહિલા સભ્યો શા માટે ?

પાણી, આરોગ્ય અને સ્વચ્છતાને લગતી મોટા ભાગની જવાબદારીઓ મહિલાઓ સંભાળે છે. તેમની વિશિષ્ટ જરૂરિયાતો, મુશ્કેલીઓ અને વિચારો તરફ પાણીસમિતિનું ઘ્યાન દોરાય તે માટે મહિલા સભ્યો હોવા જરૂરી છે.

ગ્રામ સ્તરે યોજનાના આયોજનથી અમલીકરણ સુધીના દરેક તબકકે કાર્યક્રમમાં એમની સક્રિય ભાગીદારી રહે તે માટે ખાસ આગ્રહ રાખવામાં આવ્યો છે.

સરકારી નિયમ પ્રમાણે સ્થાનિક સ્વરાજય સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારી માટે કાયદાકીય જોગવાઈ મુજબ પણ પાણીસમિતિમાં મહિલા સભ્યો હોવા અનિવાર્ય છે.