English  |

                   સાથે મળી સહયોગ સાધીએ
                                
સાથે મળી કામ કરીએ

 

 
 
 
હોમ | મારા ગામમાં |  પાણી સમિતિનાં કાર્યો
પાણી સમિતિની રચના કઈ રીતે કરવી ?
 
 
પાણી સમિતિ વિશે પ્રાથમિક જાણકારી

ગામમાં પાણી સમિતિ શા માટે ?

પાણી સમિતિમાં મહિલા સભ્યો શા માટે ?
પાણી સમિતિની રચના કઈ રીતે કરવી ?
પાણી સમિતિ કયાં કયાં કાર્યો કરશે ?

પાણી સમિતિમાં કેવી પેટા સમિતિ બનાવી શકાય?

પાણી સમિતિએ રાખવી પડતી કાળજીઓ
પાણી સમિતિની અન્ય મહત્ત્વની બાબતો

લોકફાળો શા માટે અને દરેક ગામમાં જુદો જુદો શા માટે?

વિલેજ એકશન પ્લાન વિશે વાત

પાણીસમિતિની રચના ગુજરાત સરકારના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ ક્રમાંક : પરચ/2002/ 1082/ચ, તારીખ : 24/10/2002 મુજબ ગ્રામસભાની સભામાં આ હુકમ વંચાણે લેવો. ત્યાર બાદ સમિતિની રચના માટે સમિતિની સભ્ય સંખ્યા અને સભ્યોની પસંદગી કરવી અને ગ્રામસભાની ભલામણનો ઠરાવ મેળવ્યા પછી ગ્રામ પંચાયતની બેઠકમાં સમિતિની સભ્ય સંખ્યા, રચના અને મુદત સંબંધી ઠરાવ કરવાનો રહેશે.

ગામની પીવાના પાણીની જરૂરિયાત તથા તેની વિતરણ વ્યવસ્થા અને સ્વચ્છતા અંગેના આયોજન માટે ગ્રામસભા યોજવામાં આવે છે. જેમાં પંચાયતના તમામ સભ્યો, તલાટી કમ મંત્રી તથા ગામ આગેવાનો અને ગામના ઘરદીઠ એક ઓછામાં ઓછા એક ભાઈ/ બહેન સહિતના ગામના તમામ લોકો આ સભામાં એકઠા થઈને ગામમાં પીવાના પાણી અને સ્વચ્છતા સ્થિતિની ચર્ચા કરીને ગામ લોકો નકકી કરી તે મુજબ ઠરાવમાં જણાવ્યા મુજબ પાણીસમિતિના સભ્યોની પસંદગી કરી ગ્રામસભામાં સર્વે લોકોની બહાલી લઈને પાણીસમિતિના સભ્યોની નિમણૂક કરવાની હોય છે.

ગામની પાણીસમિતિનું રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતું ખોલાવવાનું રહેશે. પાણીસમિતિની વહીવટી તમામ જવાબદારી ગામના તલાટી કમ મંત્રીએ રાખવાની રહેશે. ચેક પર સહી કરવાની સત્તા પણ પાણીસમિતિએ નકકી કરવાની રહેશે. જેમાં ત્રણ સભ્ય પૈકી બેની સહી રહેશે.

આ ઠરાવ તથા તેના સભ્યોનાં નામો અને હોદ્દાની લેખિત જાણ તાલુકા વિકાસ અધિકારીશ્રી (ટી.ડી.ઓ.)ને કરવાની રહેશે.

પાણીસમિતિનાં કાર્યો અને પ્રગતિની દેખરેખ ગ્રામ પંચાયત રાખશે.

પાણીસમિતિની મુદત ગ્રામ પંચાયતે કલમ-92(6)(ક) અન્વયે બે વર્ષની ઠરાવવી અને મુદત પૂરી થયે સમિતિએ અગાઉ જણાવેલા રાજય સરકારશ્રીના ઠરાવ અનુસારનાં ફકરા (2), (3), (4)માં જણાવેલી રીતે પુનર્રચના કરવાની રહેશે.

અ. પાણીસમિતિનો સમયગાળો તેની રચનાથી ગ્રામ પંચાયતની કુલ મુદતના જે સમયથી કરવામાં આવે ત્યારથી બે વર્ષ સુધીનો હોવો જોઈએ.

બ. જો પાણીસમિતિની પુનર્રચના કરવાની હોય અને આ રચનાનો સમયગાળો બે વર્ષથી ઓછો હોય તો પાણીસમિતિની મુદત પંચાયતના બાકી રહેલા સમયગાળા જેટલી હશે.

ક. અગાઉની સમિતિના સભ્યો ફરી નિયુકત થઈ શકે અથવા તેમાં ફેરફાર પણ કરી શકાશે. પરંતુ બે વર્ષની મુદત દરમિયાન સભ્યના મૃત્યુ/ રાજીનામા જેવાં કારણોસર ખાલી પડેલી જગ્યા ભરવા સિવાય સમિતિની પુનર્રચના થઈ શકશે નહીં.

ડ. આ અંગેની વધુ વિગતો અથવા અર્થઘટન સરકારી ઠરાવ મુજબ જ કરવા વિનંતી છે.

પાણીસમિતિનું વિસર્જન કરવાનો અધિકાર તાલુકા વિકાસ અધિકારીશ્રીનો રહેશે.

પાણી સમિતિ કયાં કયાં કાર્યો કરશે ?
  • ગામમાં જાહેર પીવાના પાણીની વિતરણ વ્યવસ્થાની જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરશે. હયાત વ્યવસ્થામાં ખૂટતી કડીઓ પૂરી પાડશે. આ કામગીરીમાં સ્વૈચ્છિક સંસ્થાઓ સહકાર અને વાસ્મો તાંત્રિક માર્ગદર્શન આપશે.
  • ગામ લોકોને પીવાનું ચોખ્ખું પાણી નિયમિત અને સમયસર મળી રહે તથા તેનો બગાડ અટકે તેવા પ્રયત્નો કરશે.

  • જાહેર નળને જોડતી પાઈપ લાઈન, વાલ્વ, નળ, અવેડો, સ્નાન ઘાટ અને સ્ટેન્ડ પોસ્ટ વગેરે જેવી સુવિધાઓની જાળવણી અને મરામતનું ઘ્યાન રાખશે.
  • પાણીની જાહેર સુવિધાની આસપાસના ગંદા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરશે.
  • ગામ લોકોમાં પાણી, આરોગ્ય અને ચોખ્ખાઈ વિશે સમજણ અને જાગૃતિ કેળવાય તેવા કાર્યક્રમોનું આયોજન કરશે.
  • પાણીના ટાંકાની નિયમિત સફાઈ કરાવશે.

  • ગામ લોકો મરામત અને જાળવણી ખર્ચની નકકી કરેલ રકમ નિયમિત જમા કરાવે તે માટે પ્રયત્નો કરશે.
  • ઘરે ઘરે શોષખાડા અને શૌચાલય બને અને ગંદા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા થાય એવા પ્રયત્નો કરશે. આ માટે આ ક્ષેત્રે કાર્ય કરતી સબંધિત સંસ્થાઓ પાસેથી જરૂરી માર્ગદર્શન અને સહકાર મેળવવામાં મદદરૂપ થશે.
  • આંગણવાડી-નિશાળમાં વાલીઓની સામેલગીરીથી આ સ્થાનો સુંદર, સ્વચ્છ બનાવી, બાળકો-બાલિકાઓના ભવિષ્ય સુરક્ષિત કરવામાં શિક્ષકની મુખ્ય ભૂમિકા છે, તેમાં પાણીસમિતિ સક્રિય ભાગ લેશે.
  • ગ્રામ સ્તરે મહિલાઓ, બાળકો અને બાલિકાઓને તેમ જ દરેક વ્યકિત ગંદકી સામે જંગ છેડી સ્વચ્છ ગામનું સ્વપ્નું સાકાર કરવા ઝુંબેશનું વાતાવરણ ઊભું કરશે.
  • સરકારી વિભાગોના આરોગ્ય અને ગ્રામ વિકાસના કાર્યક્રમોમાં લોકો ભાગ લે તેવા પ્રયત્નો કરશે.
  • પાણી સમિતિની બેઠકનું નિયમિત આયોજન કરશે. બેઠકની કાર્યવાહીની નોંધ રાખશે.