English  |

                   સાથે મળી સહયોગ સાધીએ
                                
સાથે મળી કામ કરીએ

 

 
 
 
હોમ | મારા ગામમાં |  પાણી સમિતિનાં કાર્યો
પાણી સમિતિમાં કેવી પેટા સમિતિ બનાવી શકાય?
 
 
પાણી સમિતિ વિશે પ્રાથમિક જાણકારી

ગામમાં પાણી સમિતિ શા માટે ?

પાણી સમિતિમાં મહિલા સભ્યો શા માટે ?
પાણી સમિતિની રચના કઈ રીતે કરવી ?
પાણી સમિતિ કયાં કયાં કાર્યો કરશે ?

પાણી સમિતિમાં કેવી પેટા સમિતિ બનાવી શકાય?

પાણી સમિતિએ રાખવી પડતી કાળજીઓ
પાણી સમિતિની અન્ય મહત્ત્વની બાબતો

લોકફાળો શા માટે અને દરેક ગામમાં જુદો જુદો શા માટે?

વિલેજ એકશન પ્લાન વિશે વાત
  • પાણીસમિતિ પોતાની જવાબદારીઓ સમયસર અને અસરકારક રીતે નિભાવી શકે તે માટે પેટા સમિતિની રચના કરી શકે. સભ્યોની આવડત અને પાણીસમિતિનાં કાર્યો માટે સમય ફાળવી શકે તે મુજબ પેટા સમિતિઓ બનાવી શકાય. વહીવટ, દેખરેખ અને આરોગ્યને લગતાં કામ આ પેટા સમિતિઓ સંભાળી શકે. દા.ત. આરોગ્ય સમિતિ, વહીવટી સમિતિ, સ્વચ્છતા સમિતિ વગેરે.

  • મરામત અને જાળવણી ખર્ચની રકમ ગામ લોકો પાસેથી સમયસર જમા કરાવવી, હિસાબો રાખવા, પત્ર વ્યવહાર કરવો, કાર્યસૂચિ તૈયાર કરવી, અહેવાલ લખવો વગેરે કાર્યો વહીવટી સમિતિ સંભાળી શકે.

  • જાહેર સુવિધાઓના બાંધકામની દેખરેખ, જાહેર સુવિધાની મરામત અને જાળવણી, ગામ લોકોને અનુકૂળ સમયે નિયમિત પાણી આપવું વગેરે કાર્યોની દેખરેખ પાણીસમિતિની પેટા સમિતિ સંભાળી શકે.

  • ગામમાં આરોગ્ય અને સ્વચ્છતાને લગતાં કામ કરવાં, ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી અને જાહેર સુવિધાઓ પાસે તથા ગામમાં સ્વચ્છતા જાળવવા માટેનાં પગલાં લેવાની જવાબદારી આરોગ્ય અને સ્વચ્છતા સમિતિ લઈ શકે.

 

પાણી સમિતિએ રાખવી પડતી કાળજીઓ

  • ગામ લોકો વિવિધ યોજનાઓના મહત્તમ લાભો મેળવવા સક્ષમ બને અને યોજનાઓનું આયોજન, આલેખન, અમલીકરણ અને સંચાલન ગ્રામ કક્ષાએ કરી શકે તે માટેના પ્રયાસો કરવા.

  • બધા જ સભ્યોએ બેઠકમાં હાજર રહી યોગદાન આપવું અનિવાર્ય છે.

  • બેઠકમાં નકકી થયેલ કાર્ય યોજનાનો સમયસર અને વ્યવસ્થિત અમલ થાય તે જોવું.

  • ગામના આંતરિક વિખવાદોની અવળી અસરો પાણી સમિતિનાં કાર્યો પર ન થાય તે વાતની કાળજી લેવી.

  • મહિલાઓ પાણી સમિતિમાં સક્રીય ભાગ લઈ શકે તેવું પ્રોત્સાહક વાતાવરણ ઊભું કરવું.

  • ગામના દરેક સભ્યનો સહકાર લેવો.

  • જો કોઈ મુશ્કેલી આવે તો ગામ લોકોએ સાથે બેસીને તેનો ઉકેલ લાવી લોકહિતાર્થે કાર્યક્રમને આગળ વધારવો.