|
પાણીસમિતિના મંત્રીની શું જવાબદારી છે
?
કોઈ પણ કારણસર પાણીસમિતિના
અઘ્યક્ષ બેઠકમાં હાજર ન રહી શકે તો બેઠકમાં ઉપસ્થિત સભ્યોમાંથી એક સભ્યની
‘કન્વિનર’ તરીકે બહુમતિથી નિમણૂક કરીને તેમની અઘ્યક્ષતા હેઠળ બેઠકની
કાર્યવાહી આગળ ચલાવી શકાય.
લોકફાળાની
રકમનો વહીવટ કઈ રીતે કરવો
?
- જાહેર
સુવિધાઓની મરામત અને જાળવણી ખર્ચની રકમનો સમગ્ર વહીવટ પાણી સમિતિ કરશે અને
તેમાં માત્ર આ યોજના સંબંધિત જમા - ખર્ચ કરવાનો છે.
- રાષ્ટ્રીયકૃત બેન્કમાં પાણી સમિતિના નામનું ખાતું ખોલાવી આ રકમ જમા કરવામાં
આવશે.
- પાણી
સમિતિના અઘ્યક્ષ અને પાણી સમિતિએ નકકી કરેલ બેમાંથી એક સભ્યની સંયુકત
સહીથી, ખાતામાંથી મરામત અથવા જાળવણી ખર્ચ માટે રકમ ઉપાડી શકાશે. પાણી
સમિતિની કાર્યવાહીની સરળતા માટે આ નિયમમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકાય
છે.
લોકફાળો શા માટે અને દરેક
ગામમાં જુદો જુદો શા માટે?સૌથી પહેલી વાત તો એ
પીવાનું પાણી અને સ્વચ્છતાની સુવિધાઓની જવાબદારી તેના વપરાશકારો જ સૌથી
સારી રીતે સંભાળી શકે છે. ઉપરાંત, આપણે જ્યારે ગામની આવતાં 30 વર્ષની
જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સુવિધાઓ વિકસાવતા હોઈએ ત્યારે તે સૌથી સારી
ગુણવત્તાનું થાય તે જરૂરી છે. આ માટે સુવિધાના આયોજન, અમલ અને સંચાલનમાં
ગામના દરેક વર્ગના લોકો સંકળાય તે અનિવાર્ય છે. જ્યારે કામમાં આપણું
પોતાનું યોગદાન હોય ત્યારે આપણે તેની વિશેષ કાળજી લેતા થઈ છીએ. આથી શ્રેષ્ઠ
ગુણવત્તાના કામ અને તેના લાભની ન્યાયી, સમતોલ વહેંચણી માટે સૌનો લોકફાળો
જરૂરી છે.
હવે વાત
કરીએ, લોકફાળો જુદો જુદો શા માટે હોય છે તેની. દરેક ગામના પાણી પુરવઠાની
સુવિધાઓનું આયોજન પાણીના સ્રોત, વસ્તી અને પરિસ્થિતિના આધારે કરેલું છે.
આમ, દરેક ગામમાં જાહેર સુવિધાઓની સંખ્યા જુદી જુદી હશે અને મરામત અને
જાળવણી ખર્ચ તે પ્રમાણે જુદો રહેશે. આથી, યોજના હેઠળ તે પ્રમાણે લેવાતો
મરામત અને જાળવણી ખર્ચ પાણી સમિતિ/ ગ્રામ પંચાયત ગ્રામસભામાં નકકી કરી
શકશે.
આ કાર્યક્રમમાં ગામ લોકો
10 કદમ ચાલશે તો સરકાર 90 કદમ ચાલવા તૈયાર છે. એટલે કે ગામના લોકો 10 ટકા
લોકફાળા રૂપે રકમ એકત્રિત કરે તો સરકાર 90 ટકા રકમ આપશે. જેની મદદથી ગામની
અંદર પીવાના પાણીના વિતરણ અને સ્વચ્છતાનાં કાર્યો કરવાનાં રહેશે.
|