English  |

                   સાથે મળી સહયોગ સાધીએ
                                
સાથે મળી કામ કરીએ

 

 
 
 
હોમ | મારા ગામમાં | પાણીની સુવિધા
ઘર અને શાળામાં વરસાદી પાણીનો સંગ્રહ
 
 

ઘરનું પાણી ઘરમાં - વરસાદી પાણીના ટાંકા

જળવ્યવસ્થાપનની કામગીરીમાં ઘર-આંગણે ઘરની છતનો વરસાદ ઘરમાં એ ધોરણે શુદ્ધ જળ ઘરમાં જ સંગ્રહી શકાય. જે માટે હાલમાં વ્યકિતગત ધોરણે વરસાદી પાણીના ટાંકાઓ બનાવવામાં આવી રહ્યાં છે. વરસાદી ટાંકાનું પાણી શુધ્ધ હોય છે અને લાંબા સમય સુધી સચવાય છે અને ઉનાળામાં આ પાણી પીવા તથા રસોઇના કામ માટે આર્શીવાદરૂપ નીવડે છે.

ઘરની છતનો પ્રકાર અને વરસાદની માત્રા મહત્વનાં છે. જે જાણી નીચેના કોઠા પ્રમાણે ગણતરી કરવાથી ધરની છતનાં માપ સાઇઝ, વિસ્તાર મુજબ કેટલું વરસાદી પાણી સંગ્રહ કરી શકાય તેની ગણતરી થઇ શકે છે.

 

વરસાદ(મી.મી.)

 

300

400

600

800

1200

છત વિસ્તાર (ચો.મી.)

છત વરસાદી જથ્થો (લિટર)

20

4800

6400

9600

12800

19200

40

9600

12800

19200

25600

38400

50

12000

16000

24000

32000

48000

100

24000

32000

48000

64000

96000

250

60000

80000

120000

160000

240000

500

120000

160000

240000

320000

480000

1000

240000

320000

480000

640000

960000

3000

720000

960000

1440000

1920000

2000000

વરસાદી ટાંકાની ઉપયોગિતા

વરસાદી પાણીની વાત કરીએ તો માથાદીઠ સરેરાશ ત્રણ લિટર પાણી પીવા માટે અને સાત લિટર પાણી રસોઇ માટે પૂરતું છે. ઉનાળામાં આઠ માણસોના કુંટુંબો માટે 10,000 લિટરનો ટાંકો પર્યાપ્ત છે. જો કુંટુંબમાં સભ્યોની સંખ્યા આઠથી વધારે હોય તો વધુ સંગ્રહશકિતવાળો ભૂર્ગભ ટાંકો ઘરના ફળિયામાં કરી શકાય. આ ટાંકાઓનું બાંધકામ સ્થાનિક માલસામાનને ધ્યાને રાખી ચણતર અથવા ક્રોકટનું થઇ શકે છે. 10,000 લિટર સંગ્રહશકિતવાળા ટાંકાની કિંમત અંદાજે રૂ.. 18,000/- જેટલી તથા 15,000 લિટર ક્ષમતાના ટાંકાની કિંમત અંદાજે રૂ. 24,000/- જેટલી થાય છે. આ ટાંકામાં કોંક્રીટનું તળિયું, પથ્થર/ઇંટ ચણતરની અથવા ક્રોંકટની દિવાલ અને તેના ઉપર ક્રોંકીટનું ધાબું કરવાનું હોય છે. છતમાંથી પાઇપ દ્વારા પાણી ટાંકામાં લાવવામાં આવે છે.

શાળામાં વરસાદી પાણીના ટાંકા

ઘરની જેમ શાળાની છતનો ઉપયોગ કરીને પણ વરસાદી પાણીનો સંગ્રહ થઇ શકે. ઘણી શાળાઓ આ રીતે પાણીનો સંગ્રહ કરીને શાળાની જરૂરીયાત જેટલું પાણી જાતે મેળવી લે છે. આ માટે ગામનો સરેરાશ વરસાદ, શાળાની છતનું ક્ષેત્રફળ, શાળામાં બાળકોની સંખ્યા અને તેમની પાણીની જરૂરીયાત જે સામાન્ય રીતે પીવા માટે માથાદીઠ બે લિટર પ્રર્યાપ્ત ગણાય છે વિગેરે બાબતોની ગણત્રી કરી જરૂરિયાત મુજબ વરસાદી પાણીનાં સંગ્રહની વ્યવસ્થા કરી શકીએ.

વરસાદી પાણીના ટાંકાના બાંધકામ દરમ્યાન લેવાની કાળજી

  • ઘરના આંગણામાં જમીનની અંદર પાકો, વોટર પ્રુફ સિમેન્ટના ચણતરવાળો ટાંકો બનાવવો.

  • ભૂગર્ભ ટાંકામાં સંગ્રહ કરેલું પાણી બગડે નહીં તે માટે તેમાં ધૂળ-કચરો, જીવજંતુ, બહારની હવા કે સૂર્યપ્રકાશ ન જાય તેવો બનાવવો જોઇએ.

  • ભૂગર્ભ ટાંકાની સાફસૂફી માટે ટાંકાની અંદર ઉતરી શકાય અને વપરાશમાં પાણી લઇ શકાય તેવું ઢાંકણ બનાવવું જોઇએ.

વરસાદી પાણીના ટાંકાની સફાઇ અને જાળવણી માટે લેવાની કાળજી

  • ચોમાસા પહેલાં ઘરનું ધાબું કે છાપરા પરનાં નળિયાં સાફ કરી ગોઠવી (સંચી) દેવાં.

  • છાપરાના છેડા પરનાં નેવાં (પનાર) બરાબર ગોઠવી કચરો સાફ કરો.

  • ટાંકાને બરાબર સાફ કરવો.

  • પહેલાં વરસાદનું પાણી ટાંકામાં ન જવા દેવું, ત્યાર પછીના વરસાદનું પાણી ભરવા માટે ઉપયોગમાં લેવું.

  • છાપરાના નેવા માટે વરસાદનું પાણી ગળાઇને જાય તે માટે પરનાળ ટાંકામાંના પાઇપના છેડે ચોખ્ખું કપડું વીટાળવું.

  • પાણી ભરેલાં ટાંકામાં સૂર્યપ્રકાશ ન જાય તે માટે ઢાંકણ હંમેશા ઢાંકી રાખવું.

  • ટાંકાના પાણીનો ઉપયોગ ઉનાળામાં પીવા માટે તથા રસોઇમાં જ કરવો.

  • ટાંકીમાં કોઇ જાતની જીવાત કે શેવાળ થાય તો કલોરીનની ટીકડીઓ નાખવી. ઢાંકણ બંધ રાખવું.