|
આપણા શરીરમાં જતું પાણી
કે જે શરીરને અથવા તેમાં થતી ક્રિયાઓને વિપરીત અસર ના કરે તેવું પાણી. બોલચાલની
ભાષામાં કહેવું હોય તો પીવાલાયક પાણી એટલે રંગ, વાસ કે ડહોળાશ વિનાનું પાણી,
સ્વાદમાં ભાવે તેવું પાણી, રોગ પેદા કરે તેવા જીવાણુઓ (બેક્ટેરિયા) વિનાનું સામાન્ય
ઉષ્ણતામાનવાળું પાણી, માન્ય ધોરણોથી અધિક માત્રામાં ક્ષારો અને રસાયણો વિનાનું
પાણી.
પાણીમાં ક્ષારો ઓગળે છે અથવા અશુદ્ધિઓ કે જીવાણુઓ ભળે છે તેથી પાણી અશુદ્ધ બને છે.
ક્ષારો કે જીવાણુ નરી આંખે દેખાતા ના હોય છતાં તેમની હાજરી વાંધાજનક અથવા રોગ પેદા
કરે તેવી હોય છે. આવા ક્ષારો અને જીવાણુઓનું પ્રમાણ માન્ય ધોરણોની મર્યાદામાં હોય
તો તે પીવાલાયક પાણી ગણાય છે.
આપણા દેશમાં પીવાના પાણીનાં ગુણવત્તા ધોરણો વિશ્વ આરોગ્ય સંસ્થાનાં માર્ગદર્શક
ધોરણોને લક્ષમાં રાખી ભારતીય માનક સંસ્થા (બીઆઈએસ) તરફથી આઈ.એસ.-10500-1991 હેઠળ
પ્રકાશિત થયેલાં છે. જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, લોહ, ફ્લોરાઈડ, નાઈટ્રેટ વગેરે
તથા ભારે ધાતુઓ અને ઝેરી પદાર્થોની મહત્તમ માત્રા નક્કી કરવામાં આવેલી છે.
પાણીની ગુણવત્તા અને વિવિધ ઘટકોનું માન્ય પ્રમાણ
|
ક્રમ |
ઘટક |
ઇચ્છવા યોગ્ય માત્રા |
વધુમાં વધુ માન્ય
માત્રા |
વધુ માત્રાની વિપરીત
અસર |
|
1 |
પીએચ |
6.5 - 8.5 |
8.5 |
એસિડીક કે આલ્કલાઇન
ગુણધર્મ બતાવે છે. |
|
2 |
દ્રાવ્ય ક્ષારો
(ટી.ડી.એસ.) |
500 |
2000 |
પેટમાં દાહ અથવા
બળતરા પેદા કરે છે,
લોહીનું ઊંચું દબાણ
કરે છે. |
|
3 |
કલોરાઇડ |
250 |
1000 |
ખારાશ પેદા કરે છે. |
|
4 |
ફલોરાઇડ |
1.0 - 1.5 |
1.5 |
દાંતનો સડો કે
હાડકાંનો રોગ પેદા
કરે છે. |
|
5 |
હાર્ડનેસ (ભારેપણું) |
300 |
600 |
પચવામાં ભારે,
રસોઈમાં મુશ્કેલી |
|
6 |
સલ્ફેટ |
200 |
400 |
ઝાડા કરી શકે છે. |
તે જ રીતે
પાણીની જીવાણુશાસ્ત્રીય ગુણવત્તા
ચકાસવા માટે માનવમળ સાથે સંકળાયેલ
કોલીફોર્મ બેકટેરિયાનો સમૂહ તથા
ફિકલ કોલી નામના ખાસ બેકટેરિયાની
પાણીમાં હાજરી ચકાસવામાં આવે છે.
ઉપરાંત આવા બેકટેરિયાને દૂર કરવા
વપરાતા કલોરીનના અવશેષ
(રેસિડ્યુઅલ કલોરીનની માત્રા)
જાણવામાં આવે છે. જે માટેનાં
માન્ય ધોરણો આ મુજબ છે
|
૧ |
કોલીફોર્મ સમૂહ |
100 મિ.લિ. નમૂનામાં
વધુમાં વધુ 10 |
|
૨ |
ફિકલ કોલીફોર્મ |
100 મિ.લિ. નમૂનામાં
કોઈ હાજરી નહીં |
|
૩ |
રેસિડ્યુઅલ કલોરીન |
0.ર પીપીએમ |
પીવાના પાણીની ગુણવત્તા માપવાનાં
આ ધોરણો છે. પાણીનું પૃથ્થકરણ કરી
તેના ઘટકો (પેરામીટર્સ) તેની નિયત
મર્યાદામાં છે કે નહી તે નકકી
કરીને પાણીની ગુણવત્તા કેવી છે તે
નક્કી કરવામાં આવે છે. |