English  |

                   સાથે મળી સહયોગ સાધીએ
                                
સાથે મળી કામ કરીએ

 

 
 
 
હોમ | મારા ગામમાં | પાણીની સુવિધા 
પીવાના પાણીની કઈ કઈ સુવિધાઓ કરી શકાય?
 
 

વાસ્મોના લોકવ્યવસ્થાપિત પેયજળ અને સ્વચ્છતા કાર્યક્રમમાં સામેલ થઈને આપણે આપણા ગામમાં પીવાના પાણી માટે નીચે મુજબનાં પગલાં લઈ શકીએ છીએ.

પાણી માટે કેવાં પગલાં લઈ શકીએ ?

  • પાણીના સ્રોત વિકસાવવા
  • ઓવરહેડ ટાંકી અને સમ્પ બાંધવા
  • મહોલ્લે મહોલ્લે સ્ટેન્ડ-પોસ્ટ મૂકવા
  • પંચાયતઘર, શાળા અને આરોગ્ય કેન્દ્રમાં પાણીની વ્યવસ્થા કરવી
  • બહેનો માટે સ્નાન અને કપડાં ધોવાના ઘાટ બનાવવા
  • પશુધન માટે અવેડા બનાવવા
  • હયાત સુવિધાઓનું સમારકામ વગેરે

જળસંચય માટે કેવાં પગલાં લઈ શકીએ ?

  • તળાવ ઊંડું કરવું કે સમારકામ કરવું
  • કૂવા ગળાવવા કે સમારકામ કરવું
  • ચેકડેમ બાંધવા કે સમારકામ કરવું
  • છત પરથી વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા કરવી.
  • વરસાદનું પાણી જમીનમાં ઉતરે તેવા ગળતરકૂવા બનાવવા
  • જળસ્રોત જાળવવા અને વિકસાવવા વગેરે