|
ગુજરાત સરકારે
ભૂતકાળમાં અછતનાં વર્ષોમાં લોકોને
યુદ્ધના ધોરણે પીવાનું પાણી
પહોંચાડ્યું છે. રાજકોટ શહેરમાં
વર્ષ
2000માં પીવાના પાણીની અછત
ઊભી થઇ ત્યારે પાસેના જંગલ
વિસ્તાર જાંબુડી વિડીમાંથી
પાઇપલાઇન દ્વારા રાજકોટને પીવાનું
પાણી પૂરું પાડવામાં આવ્યું હતું.
2003માં અહીં ફરી પીવાના પાણીની
અછત ગંભીર બની હતી. આથી તાત્કાલિક
ધોરણે હાપાથી ખંભાળિયા અને ભાટિયા
સુધી ટ્રેન દ્વારા પીવાનું પાણી
પહોંચાડવામાં આવ્યું હતું.
અમદાવાદ માથે પાણીની તીવ્ર તંગીનો
ભય તોળાતો હતો ત્યારે રાસ્કા વિયર
યોજનામાંથી અમદાવાદને પીવાનું પાણી
પહોંચાડવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારનું
લાંબા ગાળાનું આયોજન
રાજ્ય સરકાર દર વખતે પીવાના પાણીની અછતને
પહોંચી વળવા માટે તાકીદનાં પગલાં તો ભરે જ છે, પણ એ ઉપરાંત રાજ્ય સરકાર અછતને કાયમી
દેશવટો આપવા માટે લાંબા ગાળાના પગલાં પણ ભરી રહી છે.
લાંબા ગાળાના આયોજન
અંતર્ગત સરકારે વરસાદી
પાણીના સંગ્રહ અને
સ્થાનિક સ્ત્રોતોના
પુનર્જીવનને મહત્ત્વ
આપ્યું છે. દક્ષિણ
ગુજરાત અને મધ્ય
ગુજરાતમાં વરસાદનું
પ્રમાણ વધુ હોવાથી તથા
જંગલ વિસ્તાર હોવાથી
વરસાદી પાણીના સંગ્રહ
અને જળસ્રોતોના
પુનર્જીવન થકી નાની
પાણી પુરવઠા યોજનાઓ
તૈયાર કરવામાં આવી
છે, જેથી આદિવાસી
વિસ્તારના લોકો
સરળતાથી તેની મરામત
અને નિભાવણી કરી શકે.
દક્ષિણ
ગુજરાતની નદીઓની વિપુલ જળરાશિને
પાઇપલાઇન દ્વારા ઉત્તર ગુજરાત,
સૌરાષ્ટ્ર અને કચ્છના પાણીની તંગી
વેઠતા વિસ્તારો સુધી પહોંચાડવામાં
આવે છે. દરેક ગામના પાદર સુધી
શુદ્ધ, નિયમિત અને પૂરતું પાણી મળી
રહે તે માટેના પ્રયાસો કરવામાં આવે
છે. ગામની અંદરની પાણી વિતરણ
વ્યવસ્થાના આયોજન, અમલ અને
સંચાલનની જવાબદારી ગ્રામપંચાયતને
સોંપવામાં આવી છે. વળી,
ગ્રામપંચાયત, પાણી સમિતિ અને
ગામલોકો જ યોજનાની મરામત અને
નિભાવણી પણ કરે છે. આ અંતર્ગત
રાજ્ય સરકારે કરેલા પ્રયાસોની
વિગત આ મુજબ છે.
સરદાર સરોવર
કેનાલ આધારિત પેયજળ યોજના
સરદાર સરોવર યોજના થકી ઉપલબ્ધ વિપુલ
જળરાશિને અપૂરતા પાણીવાળા વિસ્તારો સુધી પહોંચાડવા માટેની સરદાર સરોવર કેનાલ આધારિત
પેયજળ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ માટે
રૂ. 7600 કરોડના ખર્ચે
2700 કિલોમીટર
લાંબી બલ્ક ટ્રાન્સમિશન પાઇપલાઇન્સ, વિતરણ નેટવર્ક અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ તૈયાર
કરવાનું કામ હાથ ધરાયું. આ પગલાંથી રાજ્યનાં
8,215 ગામ અને
135 નગરોને કાયમી ધોરણે
પૂરતું અને સલામત પાણી મળતું થશે.
મોટો નક્શો જોવા અહીં ક્લિક
કરો >
આ યોજનાના
પ્રતાપે અત્યારથી
જ 1,907 ગામ તેમ
જ 54 નગરો અને મહાનગરોને પાણી
મળવાનું ચાલુ થઈ ગયું છે અને
બાકીના વિસ્તારોમાં વિવિધ તબક્કે
કામ ચાલુ છે. યોજનામાં સ્થાનિક
પાણી પુરવઠા યોજનાઓ માટે
શ્રેણીબદ્ધ શુદ્ધીકરણ પ્લાન્ટ પણ
ઊભા કરવામાં આવશે. આવતાં
20 વર્ષ
સુધીમાં વસતીમાં થનારા વધારાને
ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં
આવેલી આ યોજના પૂર્ણ થયા પછી કદાચ
વિશ્વભરમાં પાણીનું સૌથી મોટું
નેટવર્ક બનશે.
મહી પાઇપલાઇન
નેટવર્ક
પીવાલાયક
શુદ્ધ પાણીની જરૂરિયાત, પૂરતા
પ્રમાણમાં વર્ષભર સંતોષાય તેનો
કાયમી ઉકેલ નર્મદા ડેમ આધારિત પાણી
પુરવઠા યોજનાના અમલીકરણ થકી
૧૯૯૮ ના વર્ષ પછી મળ્યો. આ
પરિસ્થિતિ કાયમી ધોરણે જળવાઇ રહે
તે માટે સરકારે સૌરાષ્ટ્ર, કચ્છ,
ઉત્તર ગુજરાત અને પંચમહાલ જિલ્લાનાં
કુલ
8,215 ગામો અને
135 શહેરોને
સરદાર સરોવર કેનાલમાંથી રોજનું
350 કરોડ લિટર પાણી પૂરું પાડવા
રૂ.7000 કરોડના ખર્ચનો માસ્ટર
પ્લાન તૈયાર કરી તબક્કાવાર અમલ
ચાલુ કર્યો છે. પ્રથમ તબક્કે
મહી-પરીએજ પાઇપલાઇનથી અમદાવાદ જિલ્લાના ભાલ
વિસ્તાર અને ભાવનગર, અમરેલી,
રાજકોટ તથા જૂનાગઢ જિલ્લાનાં
1,114 ગામ અને
37 શહેરોને
રૂ.
1,317 કરોડના ખર્ચે
835 કિ.મી.
લાંબી પાઇપલાઇનનાં કામ માત્ર
18 મહિનામાં પૂરાં કરી પીવાનું પાણી
પૂરું પાડવામાં આવ્યું.
સુજલામ્
સુફલામ્ યોજના
2004માં શરૂ
કરવામાં આવેલી આ યોજનામાં અમદાવાદ,
બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, કચ્છ,
મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા,
સુરેન્દ્રનગર જેવા વર્ષોથી પાણીની
તંગી ભોગવતા જિલ્લાઓ આવરી લેવાયા
છે. આ યોજના અંતર્ગત સિંચાઈ અને
જળસ્રોત વ્યવસ્થાપન કરીને
લોકભાગીદારીથી એક લાખ ખેતતલાવડી,
એક લાખ ચેકડેમ અને
5,000 બોરીબંધ
બાંધવાનું આયોજન છે. આ યોજના થકી
4 લાખ હેકટર જમીનને સિંચાઈ ઉપલબ્ધ
થશે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની
પાણીની માંગને પહોંચી વળવા માટે
વધારાનું પાણી ઉપલબ્ધ હોય તેવા
વિસ્તારોમાંથી બલ્ક વોટર પાઇપલાઇન
દ્વારા પાણી આપવામાં આવશે. સુજલામ્
સુફલામ્ યોજના અંતર્ગત
4,904 ગામો
કે જેમાંથી
929 આદિવાસી ગામો છે
તેને આવરી લેતી
32 યોજનાઓ તૈયાર
કરવામાં આવશે. આ યોજના થકી પાણીની
ગુણવત્તાની સમસ્યાનો સામનો કરતાં
2,408 ગામોની તકલીફનો ઉકેલ આવશે.
પ્રાદેશિક
પાણી પુરવઠા યોજનાઓ
પ્રાદેશિક
પાણી પુરવઠા યોજનાઓ અંતર્ગત એક કે
તેથી વધારે સમાન જળસ્રોતોમાંથી
પાણી મેળવતાં ગામોના સમૂહને પેયજળ
વિતરણ અને પુરવઠા નેટવર્ક સાથે
જોડવામાં આવે છે. છેલ્લા સાડા
ત્રણ દાયકા દરમિયાન ગુજરાતમાં
ગ્રામ્ય પ્રાદેશિક પાણી પુરવઠા
યોજનાની સંખ્યા
9 થી વધીને
398 થઇ
ગઇ છે. મહત્ત્વની પ્રાદેશિક પાણી
પુરવઠા યોજનાઓમાં
116 ગામોને આવરી
લેતી ટ્યૂબવેલ આધારિત સાંતલપુર
પ્રાદેશિક પાણી પુરવઠા યોજના,
27થી
42 ગામોને આવરી લેતી કાળુભાર
ડેમ આધારિત લાઠી-લિલિયા અને ઉત્તર
ગુજરાતનાં ફ્લોરાઇડ અસરગ્રસ્ત
ગામોને આવરી લેતી ધરોઈ પાણી પુરવઠા
યોજનાનો સમાવેશ થાય છે.
એશિયન
ડેવલપમેન્ટ બેન્ક દ્વારા લોન
સહાયિત યોજનાઓ
2001ના ભૂકંપના કારણે રાજ્યના સૌથી
અસરગ્રસ્ત જિલ્લાઓની પાણી યોજનાના
પુન:નિર્માણ અને પુન:સ્થાપનની
કાર્યવાહી માટે એ.ડી.બી. જેવી
આંતરરાષ્ટ્રીય ફંડિંગ એજન્સી
દ્વારા લોન/સહાય મળી છે. આ લોન/સહાય
કાર્યક્રમ અંતર્ગત રૂરલ વોટર
સપ્લાય અન્વયે રાજયના ગ્રામ્ય/શહેરી
વિસ્તારોમાં પુન:સ્થાપન અને
પુન:નિર્માણની કામગીરી માટે કુલ
રૂ.
632 કરોડ ફાળવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ
હેઠળ
835 ગામોને તેમ જ
8 શહેરોને
પાણી પુરવઠો આપવામાં આવે છે. કચ્છ
જિલ્લામાં
99 અને સુરેન્દ્રનગર
જિલ્લામાં
53 એમ કુલ
152 પાતાળકૂવા
પણ રૂ.
9 કરોડના ખર્ચે પૂર્ણ
કરવામાં આવેલ છે. થોડા સમય પહેલાં
મંજૂર થયેલ જામનગર જિલ્લાના સાત
તાલુકાઓ અને રાજકોટ જિલ્લાના ત્રણ
તાલુકાઓ મળીને
844 ગામો અને
18 શહેરી વિસ્તારો માટેની બલ્ક પાઇપ
લાઇનની યોજના
રૂ. 210 કરોડના ખર્ચે
શરૂ કરવામાં આવેલ છે.
આદિવાસી
વિસ્તારોમાં પેયજળ પૂરું પાડવાના
પ્રયાસો
રાજ્ય સરકારે
આદિવાસી વિસ્તારોને જરૂરિયાત
મુજબનું પીવાનું પાણી મળી રહે તે
બાબતને અગ્રિમતા આપેલી છે જેથી
નાણાંકીય વર્ષ
2004-05માં આદિવાસી વિસ્તારોને રૂ.
48.50 કરોડ ફાળવવામાં આવ્યા હતા તે
વધારીને વર્ષ
2005-06માં રૂ.
117.00 કરોડ ફાળવવામાં આવ્યા છે.
હેન્ડપંપ આધારિત પાણી પુરવઠા યોજના
હેઠળ
11 તાલુકાના
33 બ્લોકનાં
13,050 ફળિયાંઓમાં વસતા
66.75 લાખ
લોકોને આવરી લેવાયા છે.
440 મિની
પાઇપલાઇનવાળી પાણી પુરવઠા યોજનાઓ
કાર્યાન્વિત કરવામાં આવી છે. કુલ
1,45,000 હેન્ડપંપ પૈકી આદિવાસી
વિસ્તારમાં
93,203 હેન્ડપંપ
નાખવામાં આવ્યા છે.
લોકભાગીદારીથી
પાણીપુરવઠાનું વ્યવસ્થાપન
ગુજરાત
સરકારની તમામ પાણી પુરવઠા યોજનાઓનો
મુખ્ય હેતુ રાજ્યનાં
18,000 ગામોમાં
વસતા દરેક નાગરિકને શુદ્ધ, પૂરતું
અને નિયમિત પાણી મળી રહે તે છે. આ
માટે સૌથી મહત્ત્વનું પાસું છે
ગામની અંદર વિકેન્દ્રીકરણથી
લોકવ્યવસ્થાપિત પેયજળ વિતરણ
વ્યવસ્થા ઊભી કરવાનું. ગામના પાદર
સુધી પાણી પહોંચાડવાની જવાબદારી
રાજ્ય સરકારની છે પણ ગામની અંદરની
વિતરણ વ્યવસ્થાની જવાબદારી
ગ્રામપંચાયતને સોંપવામાં આવી છે.
આથી લોકોની જરૂરિયાત મુજબ અને
તેમને સંતોષ થાય તેવું કામ થાય
છે. ગ્રામપંચાયત હેઠળ પાણી સમિતિની
રચના કરવામાં આવે છે, જેમાં ત્રીજા
ભાગના મહિલા સભ્યો હોવા જરૂરી છે.
આ ઉપરાંત અનુસૂચિત જાતિ અને
અનુસૂચિત જનજાતિના સભ્યોને પણ આ
સમિતિમાં પ્રતિનિધિત્વ આપવામાં આવે
છે. આ સમિતિ ગામની પાણી પુરવઠા
યોજનાનું આયોજન, અમલ, સંચાલન અને
જાળવણી કરે છે. યોજનાની મરામત અને
નિભાવણી માટે વેરો નક્કી કરી
ઘરદીઠ કે વ્યક્તિદીઠ વેરો
ઉઘરાવવામાં આવે છે. |