English  |

                   સાથે મળી સહયોગ સાધીએ
                                
સાથે મળી કામ કરીએ

 

 
 
 
હોમ | ગુજરાતની વાત |
સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન
 
 

આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશના ગ્રામવિસ્તારોમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પરસ્પર સંકલન સાથે વ્યાપક સ્તરે સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે.

આવો આપણા સૌ માટે લાભદાયી આ અભિયાનની વિગતવાર માહિતી મેળવીએ : 

સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન શું છે?

સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન અંતર્ગત વ્યક્તિગત  શૌચાલય, સામૂહિક શૌચાલય, શાળાઓ અને આંગણવાડી માટેના શૌચાલય, સ્ત્રીઓ માટેના સામૂહિક શૌચાલય અને નાના લોક સમુહ માટેના સાર્વજનિક શૌચાલયના બાંધકામને ઉત્તેજન આપવામાં આવે છે. આ ઉપરાંત ગામલોકો પોતે સ્વચ્છતા માટેની યોગ્ય અને કાયમી સુવિધાઓ તૈયાર કરે અને ઉપયોગ કરે તેવા પ્રયત્નો કરવામાં આવે છે.  

અભિયાનના મહત્ત્વના મુદ્દા

ઘનકચરો અને વપરાશી પાણીના સલામત નિકાલની વ્યવસ્થા

પશુજન્ય મળમુત્રના સલામત નિકાલની વ્યવસ્થા

જાહેર રસ્તાઓ અને જગ્યાઓની કાયમી સુરુચિકર સફાઈ

પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, આંગણવાડીનાં બાળકોમાં આરોગ્યપ્રદ જીવન માટેની સુટેવોનું નિરૂપણ અને આચરણ
નાગરિકોમાં આરોગ્યપ્રદ આદતોનું નિરૂપણ અને આચરણ
પાણીના સ્ત્રોતો, સ્ટેન્ડપોસ્ટ, ડંકી, પાણિયારા આજુબાજુ સફાઇ
પાણી ભરવા અને વહન કરવાનાં સાધનો સ્વચ્છ રાખવાં

યોજનાનું અમલીકરણ

રાજ્ય કક્ષાએ ગ્રામવિકાસ વિભાગ દ્વારા ''રાજ્ય સ્તરની રૂરલ સેનિટેશન કમિટિ''ના માર્ગદર્શન હેઠળ ''ગુજરાત રાજ્ય ગ્રામવિકાસ નિગમ''ના સંકલન મારફત અભિયાનના રૂપમાં હાથ ધરવામાં આવે છે. જિલ્લા કક્ષાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પંચાયતી રાજ વ્યવસ્થા મારફતે હાથ ધરવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાએ યોજનાનું અમલીકરણ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી, ગ્રામ પંચાયતની ''સુખાકારી સમિતિ'' કરે છે.

શૌચાલય માટે સહાય

સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન હેઠળ શૌચાલયો બાંધવા માટે સરકાર તરફથી આર્થિક સહાય મળે છે. આ યોજના હેઠળ વ્યક્તિગત, શાળામાં, આંગણવાડી કે બાલવાડીમાં અને ગામમાં સામૂહિક શૌચાલય બાંધવા માટે સહાય મળી શકે છે.

કોનો સંપર્ક કરવો

આપણા ગામમાં સંપૂર્ણ સ્વચ્છતા અભિયાનનો લાભ લેવા માટે, વધુ માર્ગદર્શન માટે નીચે જણાવેલ અધિકારી, સંસ્થાનો સંપર્ક સાધશો

ગ્રામ કક્ષાએ : ગામના સરપંચશ્રી તથા પાણી સમિતિના સભ્યો અને તલાટી કમ મંત્રી

તાલુકા કક્ષાએ : સંબંધિત તાલુકા પંચાયત

જિલ્લા કક્ષાએ : નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી

રાજ્ય કક્ષાએ :

  • કમિશનરશ્રી,
    ગ્રામ વિકાસ કચેરી, બ્લોક નં. 16/3, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર 382010
  • વહીવટી સંચાલકશ્રી,
    ગુજરાત રાજ્ય ગ્રામ વિકાસ નિગમ લિ., બ્લોક નં. 7, ભોંયતળિયે, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર 382010
  • વાસ્મોની કોઈ પણ કચેરી કે અમલીકરણ સહાયક સંસ્થાની પણ મદદ લઈ શકાય છે.