English  |

                   સાથે મળી સહયોગ સાધીએ
                                
સાથે મળી કામ કરીએ

 

 
 
 
હોમ | ગામેગામની પ્રગતિ
ઘોઘા યોજનાની નોંધપાત્ર કામગીરી
 

આ યોજના સંપૂર્ણપણે લોકોની પોતાની યોજના હતી. આયોજનથી માંડીને જાળવણી સુધીની તમામ જવાબદારી લોકો પોતે ઉપાડે અને માત્ર ખૂટતી સહાય સરકાર તરફથી મળે એવો અભિગમ લોકો માટે નવો હોવાથી પ્રારંભમાં લોકો આ રીતે કામ કરવામાં ખચકાટ અનુભવતા હતા. પરંતુ લોકો વર્ષોથી જે પ્રકારની કામગીરી ઇચ્છતા હતા તે એક પછી એક ગામમાં સાકાર થતી જોઈને બધાં ગામો આ યોજનામાં સંકળાવા લાગ્યાં. લોકોની સક્રિય ભાગીદારી સાથે 82 ગામોમાં વિવિધ બાંધકામો તો થયાં જ, સાથોસાથ નીચે મુજબની કામગીરી પણ કરવામાં આવી.

  • કાર્યક્રમોમાં આવરી લેવાયેલાં ગામોમાં ગ્રામપંચાયત દ્વારા પાણી સમિતિની રચના કરવામાં આવી.

  • ભાવનગર ખાતે કમ્યુનિટી મેનેજમેન્ટ સપોર્ટ યુનિટની રચના કરવામાં આવી અને તેમાં કાર્યક્રમનાં વિવિધ પાસાંના તજજ્ઞોની નિમણૂક કરવામાં આવી.

  • ગ્રામજનોને કાર્યક્રમના દરેક પાસાની વિગતવાર સમજણ આપવામાં આવી. આ કામમાં સહાય માટે લોકો સાથે જીવંત સંપર્ક ધરાવતી અને કાર્યક્રમના વિસ્તારમાં સક્રિય ત્રણ સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મેળવવામાં આવ્યો.

  • ગામના લાંબા ગાળાના વિકાસ માટે પીવાના પાણી, સ્વચ્છતા અને જળસંસાધનોના વ્યવસ્થાપનનાં પગલાંની ગ્રામજનો સાથે સમજણ આપવામાં આવી, ચર્ચાવિચારણા કરવામાં આવી અને વિલેજ એક્‌શન પ્લાન તૈયાર કરાવવામાં આવ્યા.

  • સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને સક્ષમ બનાવવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. તેમણે નક્કી કરેલી યોજનાઓની શક્યતા તપાસવામાં આવી તથા અમલીકરણ માટે અંદાજો કાઢવામાં આવ્યા.

  • ગ્રામજનોના યોગદાન માટે લોકફાળો એકત્ર કરવાના અભિયાન શરૂ કરવામાં આવ્યાં. ગામોમાં પેયજળ અને સ્વચ્છતા માટે લોકોને જાગૃત કરતી ઝુંબેશ કરવામાં આવી. શાળાઓ પર વિશેષ ધ્યાન આપી વિદ્યાર્થીઓ માટે ઝુંબેશ પણ કરવામાં આવી.

  • ગામોમાં પાણી સમિતિઓને પેયજળ અને સ્વચ્છતાની યોજનાઓ માટે બાંધકામ પહેલાંની બાબતો અને બાંધકામ પૂરું થયા પછી સંચાલન અને જાળવણી અંગે નાણાકીય વ્યવસ્થાપન તથા તાંત્રિક બાબતોની વિવિધ તાલીમ આપવામાં આવી.

  • લોકોને પ્રોત્સાહન અને ઉપયોગી માહિતી આપતી પ્રસારસામગ્રી વિતરિત કરવામાં આવી.

  • સ્થાનિક જળસંસાધનોના વ્યવસ્થાપન માટે પણ લોકોના સાથમાં અમલીકરણ કરવામાં આવ્યું. પાણીની ગુણવત્તાની ચકાસણી અને નિયંત્રણ માટેની તાલીમ યોજવામાં આવી.

  • કાર્યક્રમનાં ગામોમાં મહી આધારિત પાઇપલાઇન પાણી પુરવઠા યોજના દ્વારા પાણી પહોંચાડવાનું અમલીકરણ હાથ ધરાયું.

  • ગામની અંદરની પાણી વિતરણ વ્યવસ્થા, સ્વચ્છતા અને જળસંસાધનોની સુવિધાઓનું અમલીકરણ કરાયું. અમલીકરણ દરમિયાન પ્રગતિ અને ગુણવત્તાની તપાસ માટે ‘વૉટર ઍન્ડ પાવર કન્સલ્ટન્સી સર્વિસીઝ’ દ્વારા વચગાળાની નિષ્પક્ષ સમીક્ષા યોજવામાં આવી.

  • કાર્યક્રમની મુદત પૂરી થયા પછી પણ લોકો સ્વબળે યોજનાઓ સંભાળી અને જાળવી શકે એ રીતે સમગ્ર આયોજન કરવામાં આવ્યું.

ઘોઘા યોજનાની સિદ્ધિઓ

ઘોઘા યોજના વિશે વધુ