પોતાના ગામમાં પીવાના
પાણીની વ્યવસ્થા ગોઠવવા
ઈચ્છતા ગામલોકોને વાસ્મો
તરફથી તમામ પ્રકારનું
ઈજનેરી માર્ગદર્શન
આપવામાં આવે છે. એ
અનુસાર, વાસ્મો તરફથી
ગુજરાત રાજ્યના
ભૂકંપગ્રસ્ત વિસ્તારોનાં
ગામોમાં લોકભાગીદારી
આધારિત પાણી અને સ્વચ્છતા
કાર્યક્રમ અંતર્ગત ગ્રામ
કક્ષાએ પીવાના પાણીના
સંગ્રહ માટે રેઈનફોર્સ્ડ
સિમેન્ટ કોંક્રિટની ઊંચી
ટાંકી બાંધવા માટેની ટાઈપ
ડિઝાઈન, નક્શાઓ અને
અંદાજો તૈયાર કરવામાં
આવ્યા છે. ગ્રામ પંચાયત
હેઠળની પાણી સમિતિઓ તેનો
લાભ લઈ શકે છે.
વાસ્મોએ પાણીના ક્ષેત્રની
નિષ્ણાત કંપની 'વોટર એન્ડ
પાવર કન્સલ્ટન્સી
સર્વિસીસ (ઈન્ડિયા)
લિમિટેડ' (વાપ્કોસ) પાસે
જુદી જુદી ક્ષમતાની શંકુ
આકારની ટાંકીઓની કુલ 34
ટાઈપ ડિઝાઈન તૈયાર કરાવી
છે. આ ડિઝાઈન જે તે
વિસ્તાર ભૂકંપના કયા
ઝોનમાં છે અને તે
વિસ્તારની જમીન કેટલું
વજન સહી શકે તેમ છે તે
ધ્યાનમાં રાખીને તૈયાર
કરવામાં આવી છે. આ બહુ
મહત્ત્વનું છે, કેમ કે
જુદા જુદા વિસ્તારોની
સ્થિતિ જુદી જુદી હોવાથી
બધે એક સરખી ડિઝાઈન ચાલી
શકે નહીં.
ગુજરાત પાણી પુરવઠા અને
ગટર વ્યવસ્થા બોર્ડના
જાહેર આરોગ્ય આલેખન
વર્તુળે આ ડિઝાઈનોની
ચકાસણી કરી તેને મંજૂર
કરી છે.
નીચે
દર્શાવેલ ક્ષમતાની ઊંચી
ટાંકીઓ માટેનાં ટાઈપ
ડિઝાઈન, નક્શા અને અંદાજો
વાસ્મો પાસે ઉપલબ્ધ છે.
ક્ષમતા (લિટરમાં)
ઊંચાઈ (મીટરમાં)
ભૂકંપ તીવ્રતા
ઝોન
જમીનની વજન ગ્રહણ
કરવા માટેની
સલામત ક્ષમતા
(SBC)
(ટન/મી2)
લોકભાગીદારી આધારિત પાણી
અને સ્વચ્છતા કાર્યક્રમ,
સ્વજલધારા અને સેક્ટર
રિફોર્મ યોજના હેઠળનાં
ગામોની ગ્રામ પંચાયત અને
પાણી સમિતિના ઉપયોગ માટે
ઉપર દર્શાવેલ ટાઈપ
ડિઝાઈનો વાસ્મો ખાતે
ઉપલબ્ધ છે.
નોંધઃ
આ ટાઈપ ડિઝાઈન્સનો
ઉપયોગ કરતી વખતે જે
સ્થળે ટાંકી કરવાની
હોય તેની સ્થળ સ્થિતિ
તથા તે સ્થળની જમીનની
વજન ગ્રહણ કરવા
માટેની સલામત ક્ષમતા
(SBC) તેમ જ ભૂકંપ
તીવ્રતા ઝોન, ઊંચાઈ
વગેરે બાબતોની ચકાસણી
કરવમાં અત્યંત કાળજી
લેવી. આ ટાઈપ
ડિઝાઈનોનો ઉપયોગ
અનુભવી અને આ
પ્રકારનાં કામ
કરવામાં કુશળ હોય
તેવા કાબેલ ઈજનેરના
સલાહસૂચન અનુસાર જ
કરવો.
અંદાજો ગુજરાત પાણી
પુરવઠા અને ગટર
વ્યવસ્થા બોર્ડ
દ્વારા પ્રકાશિત
કરાયેલા વર્ષ
2005-06ના ભાવપત્રક
મુજબ તૈયાર કરવામાં
આવ્યા છે.
નક્શા અને અંદાજો જે તે
ગામની પાણી સમિતિઓ તેમના
જિલ્લાની 'જિલ્લા જળ અને
સ્વચ્છતા સમિતિ'ના સભ્ય
સચિવશ્રી દ્વારા વાસ્મો
ખાતેથી મેળવી શકશે. આ
માટેના સંપર્ક અધિકારીઓની
વિગત નીચે મુજબ છે.
સંપર્ક અધિકારીઃ
શ્રી સબ્ય સાચી
સરકાર,
સિનિયર મેનેજર
(ઈઆરઆર), વાસ્મો
શ્રી એ. કે. શાહ,
નાયબ કાર્યપાલક ઈજનેર
(સ્વજલધારા અને
સેક્ટર રિફોર્મ
કાર્યક્રમ), વાસ્મો