|
 |
''લોકફાળો ઉઘરાવવા
ઘેર-ઘેર જવું પડે, જો
કોઈ આનાકાની કરે તો
સમજાવીએ કે ભગવાનની
આરતી માટે પાંચસો
રૂપિયા આપો છો તો પાણી
માટે પચાસ રૂપિયા નહ
આપો. તમારા બાળકની
આવતી કાલ સુધરે એટલા
માટે તમારે આ પૈસા
આપવાના છે.'' |
| |
શ્રી
રૂડીબહેન, પાણી સમિતિ સભ્ય, મીઠી
વીરડી, ભાવનગર જિલ્લો
|
.gif) |
|
 |
''ગામની
બહેનો બહાર આવતાં ખચકાય. ઘેરઘેર
જઈને શોષખાડા બનાવવાનું સમજાવીએ,
એમને કહીએ કે, ગામ માં ગંદકી તો
ઘરમાં ગંદકી.'' |
| |
શ્રી
વનીતાબહેન સેવક, પંચાયત અને પાણી
સમિતિ સભ્ય, ગોધરા, કચ્છ જિલ્લો
|
.gif) |
|
 |
''પહેલાં તો બહેનો
તળાવમાંથી પાણી લેતાં, હવે તો
ફળિયે આવશે, ઘેર-ઘેર નળ આવશે.
બહેનોના માથે બેડાં ઉપાડવાની બલા
ટળશે.'' |
| |
શ્રી
બાઘુબહેન વેગડ, સરપંચ અને પાણી
સમિતિ અધ્યક્ષ, ઘોઘા, ભાવનગર
જિલ્લો
|
.gif) |
|
 |
''થોડા
સમય પહેલાં અખતરો
કરવા નદીમાં નાળા
પાસે એક પાળો બાંધ્યો,
એ
પાળામાં મીઠું પાણી
રોકાયું તો પાસેની
વાડીઓમાં પાણી થયું.
આ જોઈને લોકોનો
ઉત્સાહ વધ્યો અને અમે
દરિયા કિનારે ભરતીનાં
પાણીને રોકવા એક
ચેકડેમ બાંધવાનું
નક્કી કર્યું.'' |
| |
શ્રી
અરજણભાઈ, પાણી સમિતિ
સભ્ય, મીઠી વીરડી,
ભાવનગર જિલ્લો |
.gif) |
|
 |
''શરૂઆતમાં
અમને ખૂબ તકલીફ પડી,
કેમ
કે ગામમાં એવું
વાતાવરણ ઊભું થયું કે
જંગલખાતાને કાયમ માટે
જમીન આપી દેવાની છે.
વળી,
જેમણે ગૌચરની જમીન
ઉપર દબાણ કર્યું હોય
તેમણે દબાણ ખાલી
કરવામાં આનાકાની કરી,
રાજકીય જોર અજમાવ્યું
અને ધાકધમકી પણ આપી.
પણ અમે ટસના મસ ન થયા
અને દબાણ હટાવીને જ
જંપ્યા.'' |
| |
શ્રી
રમજુભા સરવૈયા,
મંત્રી, પાણી સમિતિ,
વેળાવદર, ભાવનગર
જિલ્લો |
.gif) |
|
 |
''અમે
ગામલોકોને સમજાવ્યા
કે જંગલખાતું આ જમીન
કાયમી ધોરણે નથી
લેવાનું. અમે તો આ
જમીનમાં ગાયો માટે
વીડી બનાવવાના છીએ.
એક-એક સરપંચને દસ વખત
સમજાવ્યા કે અમે
ગાંડા બાવળ હટાવીને
ઘાસ ઉગાડીશું અને પછી
જમીન ગામને સોંપી
દઈશું. અત્યારે પણ
અમે આ જમીનની ચોકી
કરીએ છીએ.'' |
| |
શ્રી
રમેશભાઈ જોશી,
વનવિભાગના કર્મચારી,
ભાવનગર જિલ્લો |
.gif) |
|
 |
''અમારી
પાણી સમિતિમાં ગામના
દરેક ધર્મના અને
જાતિના સભ્યો છે.
સભ્યોના પોતપોતાના
રાજકીય મત હોય, પણ
પાણી સમિતિમાં સૌ
એકમતે કામ કરે છે.
અમે તો લોકફાળો
ઉઘરાવતી વખતે એક જ
બાબત ધ્યાનમાં રાખી
હતી કે ગામનો સાદામાં
સાદો માણસ પણ ફાળો
આપે. આના કારણે ગામના
સ્થાનિક લોકોનો સાથ
અને સહકાર મળી
રહ્યો.'' |
| |
શ્રી
સલીમભાઈ ચાકી, પાણી
સમિતિ સભ્ય,
ગોધરા, કચ્છ જિલ્લો |
.gif) |
|
 |
''આટલાં
વર્ષોમાં ગામમાં ઘણી
યોજનાઓ આવી ને ગઈ પણ
અમારી પરિસ્થિતિમાં
કોઈ ફરક પડ્યો નહીં.
આઝાદી પછી પહેલી વાર
એક એવી યોજના આવી છે
જેમાં લોકોને એમની
મુશ્કેલીઓ ઉકેલવાની
તક મળે છે. હવે લાગે
છે કે દિવસો બદલાશે''. |
| |
શ્રી
અનિલભાઈ મેકવાન, પાણી
સમિતિ સભ્ય, ઘોઘા,
ભાવનગર જિલ્લો |
.gif) |
|
 |
''લોક
ભાગીદારીથી અમારા
ગામના લોકોએ કરેલાં
કામ બીજા લોકોને
પ્રેરણા પૂરી પાડે
તેવાં છે. આજે અમે
બાંધેલા બંને બંધનું
સંચાલન,
મરામત અને નિભાવણી
પાણીસમિતિ સફળતા
પૂર્વક કરી રહી છે.'' |
| |
શ્રી
ગંગારામભાઈ, પ્રમુખ,
પાણી
સમિતિ,
ગાંધીગ્રામ, કચ્છ
જિલ્લો |
.gif) |
|
 |
''આ
પહેલી વાર અમે જોયું
કે કોઈ સરકારી
સંસ્થાના લોકો અમારા
ગામમાં કામસર આવે
ત્યારે પોતાનું
જમવાનું ટિફિન પણ
સાથે લેતા આવે.'' |
| |
શ્રી
ગભરુભાઈ, ઉપસરપંચ
અને પાણી સમિતિ સભ્ય,
નાના માત્રા,
સુરેન્દ્રનગર જિલ્લો |
.gif) |
|
 |
‘‘તમે માનશો ? અમારા
ગામના કંત્રાટીઓ હાથ
જોડી ગયા છે કે આ
પાણી સમિતિવાળાનું તો
ભારે દબાણ છે. રાતના
બાર વાગે પણ કામ
કેવુંક ચાલે છે એ
જોવા માટે આંટો દેવા
આવે છે. હવે જો કામ
ખરાબ થાય તો લોકોનો
પાણી સમિતિ પરથી
વિશ્ર્વાસ ઠી જાય.
અમારે તો ભ'ઈ
ગામલોકોને જવાબ
આપવાનો હોય છે.'' |
| |
શ્રી
વસંતભાઈ સેવક,
ઉપસરપંચ અને પાણી
સમિતિ સભ્ય,
ગોધરા, કચ્છ જિલ્લો |
.gif) |
|
 |
''અમારી
બાળપંચાયત એકએક જણની
પાસે જઈને વ્યક્તિગત
તપાસ કરે અને શાળામાં
સહેજ પણ ગંદકી ચલાવે
નહીં.'' |
| |
ગીતા, પ્રાથમિક
શાળાની બાળપંચાયતની
સભ્ય, નાની વિરાણી,
કચ્છ જિલ્લો |
|
.gif) |
|

|
''વાસ્મોની
લોકભાગીદારીની વાત
અમારા ગોધરાના લોકોને
તરત ગળે તરી ગઈ કેમ
કે,
અમારો તો અનુભવ હતો
કે જો સરકારી રાહે
કામ થાય તો એમાં
કામની ગુણવત્તાનો
સવાલ રહે. દાતાના
દાનથી થાય તો દાતાને
કંઈ કહી-પૂછી ન શકાય.
આ તો ગામનું કામ અને
ગામલોકોએ જ ર્ક્યું!'' |
| |
શ્રી
અરવિંદભાઈ જોશી,
પ્રમુખ,
પાણી
સમિતિ,
ગોધરા, કચ્છ જિલ્લો |
.gif) |
|
 |
''બાંધકામ
પહેલાંની તાલીમ પછી
પાણી સમિતિઓના અમુક
સભ્યો જાતે ડ્રોઇંગ
વાંચીને કામ કરાવડાવે
છે. તેઓ વપરાતા
મટીરિયલનો રેશિયો જુએ
છે,
ટેક્નિકલ બાબતોનો
ખ્યાલ રાખે છે. આ
રીતે કોઈ ટેક્નિકલ
જાણકાર હાજર ન હોય તો
પણ પાણી સમિતિ પોતાની
રીતે ધ્યાન રાખી શકે
છે.'' |
| |
શ્રી
વિપુલભાઈ જાની,
એન્જિનીયર, ઉત્થાન,
ભાવનગર જિલ્લો |
|
.gif) |
|
 |
''અમે
જ્યારે પાયો નાખ્યો
ત્યારે જોનારા કહેતા
હતા કે અહિયાં ચેકડેમ
થાય જ નહીં,
પણ
અમને અમારી ઉપર
વિશ્વાસ હતો.
દરિયાનું ખારું પાણી
કાઢવા રાત-દિવસ
પાણીનાં બે એન્જિન
ચાલુ રાખ્યાં,
આગળ
મોટો ખાડો કર્યો અને
ખારું પાણી એ ખાડામાં
જમા થઈ ગયું અને
ખાડાની પાછળ અમે કામ
શરૂ કર્યું. શરૂઆતમાં
ભરતીને રોકવા માટે
દરિયાની બિલકુલ પાસે
એક બોરીબંધ કર્યો
જેથી ભરતીનું જોર
ઓછું થાય અને ખારું
પાણી આવતું અટકે.'' |
| |
શ્રી
વનરાજસિંહ ગોહિલ,
પાણી સમિતિ સભ્ય,
મીઠી વીરડી, ભાવનગર
જિલ્લો |