|
મારા ગામમાં પાણી અને સ્વચ્છતાની સંપૂર્ણ સંતોષજનક સુવિધા ઊભી
કરવા શું કરવું? - આપણા સૌના મનમાં રમતા આ પ્રશ્નનો અહીં વિગતવાર અને મુદ્દાસર જવાબ
આપવામાં આવ્યો છે.
ગુજરાતનાં 3300 જેટલાં ગામના લોકોએ અનુભવ કર્યો તેમ, આપણું ભાવિ હવે આપણા હાથમાં
છે. આપણે સૌ ગામલોકો સાથે મળી થોડી પહેલ કરીએ તો વાસ્મો તરફથી તમામ ખૂટતી સહાય અને
ઈજનેરી માર્ગદર્શન મળી રહેવાની ખાતરી છે.
આ માટેની ગ્રામપંચાયતે શું કરવું, વાસ્મો તરફથી કઈ કઈ બાબતો માટે સહાય મળી શકે,
વાસ્મોની લોકો પાસેથી કઈ અપેક્ષા છે, કોનો સંપર્ક કરવો, વગેરે પાયાની વિગતો અહીં
આપી છે.
|