|
કોઈ પણ કામ શક્ય છે એ સાબિત કરવાનો સૌથી સહેલો
રસ્તો કયો? એ કામ કરી બતાવવાનો રસ્તો! અહીં વાત માંડી છે ગુજરાતના
એવા મૂઠ્ઠીઊંચેરા
લોકોની, જેમણે બીજાને અશક્ય લાગતાં કામ કરી બતાવ્યાં છે. આ
લોકો પોતાના ગામને પાણીના અભાવ અને ગંદકીથી આઝાદ કરવા હોંશભેર આગળ ધપી
રહ્યા છે અને બીજાને
પ્રોત્સાહન આપી રહ્યા છે.
આ બધા જ ભાઈઓ અને બહેનો છે તો આપણામાંનાં જ એક, પણ એમણે બીજા
લોકોથી કંઈક વિશેષ, કંઈક અનોખાં કામ કરી
બતાવ્યાં છે. આવો ઓળખીએ, આપણા સૌનું માથું
ગૌરવથી ઊંચું કરે તેવા આ લોકોને. |