| પીવાના પાણી
અને સ્વચ્છતાના ક્ષેત્રે ગુજરાતમાં થઈ
રહેલી પહેલમાં આપ પણ આપની રીતે
મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકો છો.
વાસ્મોની પ્રવૃત્તિમાં આપ નીચેનામાંથી
કોઈપણ રીતે સંકળાઈ શકો છો.
વાસ્મો
વિદ્યાર્થી તાલીમ કાર્યક્રમ
વિવિધ ક્ષેત્રોના
તેજસ્વી વિદ્યાર્થીઓમાં પાણી અને
સ્વચ્છતા ક્ષેત્રની ઊંડી સમજ કેળવાય
અને આ ક્ષેત્રના ભાવિ વ્યવસ્થાપકો અને
આગેવાનો તૈયાર
થાય એ હેતુથી આ કાર્યક્રમ શરૂ
કરવામાં આવ્યો છે. અનુસ્નાતક કક્ષાના
વિદ્યાર્થીઓ વાસ્મોમાં બે મહિનાથી છ
મહિના સુધીની ઇન્ટર્નશિપ કરી શકે છે.
વૉટર મૅનેજમેન્ટ, વૉટર એન્જિનિયરિંગ,
એન્વાયર્નમેન્ટ સાયન્સ, ઇન્ફર્મેશન ટેક્નોલોજી,
સોશિયલ સાયન્સ, વૉટર રિસોર્સ
મૅનેજમેન્ટ, કૉમ્યુનિકેશન, સોશિયલ
વર્ક વગેરે વિદ્યાશાખાઓના વિદ્યાર્થી
આ કાર્યક્રમમાં સંકળાઈ શકે છે.
આ વિશે અંગ્રેજીમાં
વધુ માહિતી મેળવવા અહીં ક્લિક કરોઃ
WASMO Internship Programme
વાસ્મો
સ્વયંસેવા કાર્યક્રમ
વાસ્મો એક નવા
અભિગમથી કાર્ય કરતી સંસ્થા છે. આ
સંસ્થામાં લોકભાગીદારીને અત્યંત
મહત્ત્વ આપવામાં આવે છે. તેથી વધુ ને
વધુ લોકોને પેયજળ અને સ્વચ્છતા
ક્ષેત્રે સક્રિય બનાવવા માટે વાસ્મો
સ્વયંસેવા પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો
છે. આ કાર્યક્રમ અંતર્ગત
શિક્ષિતો-અર્ધશિક્ષિતો, નિવૃત્ત લોકો
અને ગૃહિણીઓ સહિત કોઈ પણ વ્યક્તિ
પોતાની સેવાઓ વાસ્મોને આપી શકે છે.
આપ ભલે ગુજરાતના
કોઈ પણ ખૂણે વસતા હો, આપ નિવૃત્ત હો
કે કોઈ પણ વ્યવસાયમાં પ્રવૃત્ત હો,
ગૃહિણી હો કે કાર્યરત મહિલા, આપ આપની
આવડત અને અનુભવ થકી ગુજરાતનું પાણી
જાગૃત કરવાના ઉમદા પ્રયાસોને વેગવંતા
બનાવશો એવી વાસ્મોની અપેક્ષા છે.
વાસ્મો સહર્ષ આવકારે છે આપની માનદ સેવા.
આપના યોગદાન બદલ માનાર્થ વેતનની
જોગવાઈ છે.
વાસ્મોની કોઈ પણ
કચેરીનો સંપર્ક સાધી, આપ આ કાર્યક્રમમાં
સંકળાઈ શકો છોઃ
વાસ્મોની વિવિધ
કચેરીનાં સરનામાં
વાસ્મો દ્વારા પ્રકાશિત વિવિધ
પ્રકાશનોના વિતરણમાં પણ આપ મદદરૂપ થઈ
શકો છો. પ્રકાશનોની વધુ માહિતી માટે
અહીં ક્લિક કરોઃ પ્રકાશનો
આપનો
પ્રતિસાદ
આ વેબસાઈટ દ્વારા
આપને ગુજરાતભરમાં પીવાના પાણી અને
સ્વચ્છતાના ક્ષેત્રે ચાલી રહેલી
અનેકવિધ પ્રવૃત્તિઓની માહિતી મળશે. આપ
આ પ્રવૃત્તિઓને વધુ લોકોપયોગી અને
અસરકારક બનાવતાં સૂચનો મોકલવા આપને
આગ્રહભરી વિનંતી.
આપ વાસ્મોની કોઈ
પણ કચેરીને આપના પ્રતિભાવો મોકલી શકો
છો (વાસ્મોની વિવિધ કચેરીનાં સરનામાં)
અથવા આ સાથેના ફોર્મમાં અંગ્રેજીમાં
માહિતી ભરીને મોકલી શકો છોઃ
Feedback |